- BMCએ કોર્ટમાં કંગના સામે અત્યાર સુધીમાં 82.5 લાખ રૂપિયા ખર્ચ કર્યા
- RTI એક્ટિવિસ્ટ શરદ યાદવે આ મામલે BMC પાસેથી માગ્યો જવાબ
- કંગનાએ ટ્વીટ કરી BMC પર કર્યા પ્રહાર
મુંબઇ: મુંબઈની પાલી હિલ્સમાં આવેલી અભિનેત્રી કંગના રનૌતની ઓફિસને BMC દ્વારા સપ્ટેમ્બર મહિનામાં તોડી પાડવામાં આવી હતી. આ મામલે રાજકારણ પણ ગરમાયું હતું. હવે આ કેસમાં RTI અંતર્ગત બહાર આવ્યું છે કે, BMCએ કંગના સામે કેસ લડવા માટે અત્યાર સુધીમાં 82 લાખ રૂપિયા ખર્ચ કર્યા છે.
RTI એક્ટિવિસ્ટ શરદ યાદવે BMC પાસેથી માગ્યો જવાબ
મુંબઈના એક RTI એક્ટિવિસ્ટ શરદ યાદવે RTI હેઠળ માહિતી માંગી હતી કે, BMCએ કંગના મામલામાં કયા વકીલોને કામે લગાવ્યા છે અને તેમને કેટલી ચૂકવણી આપવામાં આવી છે.
BMCએ આપ્યો જવાબ
BMCએ તેના જવાબમાં શરદ યાદવને કહ્યું હતું કે, તેમણે હાઇકોર્ટમાં કેસ લડવા માટે વકીલ અંકશા ચિનોયની નિમણૂક કરી છે અને હજી સુધી તેમને ફી તરીકે 82.5 લાખ આપવામાં આવ્યા છે.
કંગના રનૌતનું ટ્વીટ
કંગનાએ બુધવારે ટ્વીટ કરીને મહારાષ્ટ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. કંગનાએ પોતાના ટ્વિટમાં લખ્યું છે કે, "મારા મકાનમાં ગેરકાયદેસર ડિમોલિશન માટે મ્યુનિસિપલ કોર્પોરેશને અત્યાર સુધીમાં 82 લાખ રૂપિયા ખર્ચ કર્યા છે. આજે મહારાષ્ટ્રની સ્થિતિ દુર્ભગ્યપૂર્ણ."