ETV Bharat / sitara

અંકિતા લોખંડેએ રહસ્ય ખોલ્યું: સુશાંતે ફોન કરીને રિયા વિશે કરી હતી વાત - અંકિતા લોખંડેએ રિયા ચક્રવર્તી વિશે કર્યો ખુલાસો

અંકિતા લોખંડેએ એક રહસ્ય ખોલ્યું છે. તેમણે કહ્યું કે, સુશાંતે ફોન કરીને રિયા વિશે કહ્યું હતું. આ વાત અંકિતાએ પટનામાં રહેતા સુશાંતના પરિવારને મળી હતી તે દરમિયાન કરી હતી.

etv Bharat
અંકિતા લોખંડેએ રહસ્ય ખોલ્યું: સુશાંતે ફોન કરીને રિયા વિશે આ કહ્યું હતું.
author img

By

Published : Jul 30, 2020, 2:41 PM IST

મુંબઇ: સુશાંત સિંહ રાજપૂતની પૂર્વ ગર્લફ્રેન્ડ અભિનેત્રી અંકિતા લોખંડેએ બિહાર પોલીસને કથિત રૂપે જાણ કરી હતી કે દિવગંત અભિનેતા ખૂબ નાખુશ છે, કેમ કે રિયા ચક્રવર્તી તેને પરેશાન કરતી હતી.

અંકિતાએ પટનામાં રહેતા સુશાંતના પરિવારની મુલાકાત દરમિયાન અંકિતાએ આ દાવો કર્યો હતો. વેબસાઇટ અનુસાર, અંકિતાએ પોલીસને જણાવ્યું હતું કે, 2019માં તેની બોલિવૂડની પહેલી ફિલ્મ 'મણિકર્ણિકા: ધ ક્વીન ઓફ ઝાંસી' રિલીઝ થવા દરમિયાન સુશાંતે એક ચેટ દ્વારા ઉલ્લેખ કર્યો હતો કે તે તેની તત્કાલિન ગર્લફ્રેન્ડ રિયા દ્વારા 'પરેશાન' છે તેમ જણાવ્યુ હતું.

એક સૂત્રએ વેબસાઇટને જાણ કરી હતી કે, અંકિતાના જણાવ્યા અનુસાર સુશાંતે તેને કહ્યું હતું કે તે 'સંબંધથી ખૂબ દુ: ખી છે' અને તેનો અંત લાવવા માંગે છે. કારણ કે, રિયા તેને હેરાન કરે છે.

અંકિતાની સુશાંત સાથેની ઉપરોક્ત ચેટ તે સમયે પોલીસ સાથે શેર કરવામાં આવી હતી.

સુશાંતે તેની સહ-અભિનેત્રી અંકિતાને લગભગ છ વર્ષ સુધી ટીવી સીરિયલ 'પવિત્ર રિશ્તા' માટે ડેટ કરી હતી, જોકે પછીથી તેઓ છૂટા પડી ગયા. અંકિતા જૂનમાં સુશાંતના મૃત્યુ પછી અભિનેતાના પરિવારને મળી હતી.

બાદમાં, પટનાની મુલાકાત દરમિયાન અંકિતાએ એક ચેટમાં સુશાંતની બહેન શ્વેતા સિંહ કીર્તિને ઉપરની બાબતો બતાવી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.