ETV Bharat / sitara

સરોજખાને મને લાફો માર્યો હતો: કિંગ ખાનનો ખુલાસો - શાહરુખ ખાન

સિનેમાની ફેમસ કોરિયોગ્રાફર સરોજખાનનું 71 વર્ષની ઉંમરે કાર્ડિયક અરેસ્ટથી મૃત્યુ થયું છે. જેથી બોલીવુડ સિતારાઓ ખૂબજ દુખી છે. શું તમે જાણો છો, તે શાહરુખ ખાનને લાફો પણ મારી ચુક્યા છે? આ વાત શાહરુખ ખાને એક ઈન્ટરવ્યૂમાં જણાવી હતી.

etv bharat
શાહરુખ ખાનને એક ઇંટરવ્યૂમાં જણાવ્યું કે સરોજખાને તેમને માર્યો હતો લાફો
author img

By

Published : Jul 3, 2020, 7:43 PM IST

મુંબઈ: બોલીવુડની ફેમસ કોરિયોગ્રાફર સરોજખાનના નિધનથી બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં શોકની લાગણી છવાઇ છે. કાર્ડિયક અરેસ્ટના કારણે 71 વર્ષની ઉંમરમાં સરોજખાને દુનિયાને અલવિદા કહી દીધુ છે. તેમણે ચાર દાયકાની કરિયરમાં શાહરૂખ ખાન, કાજોલ, માધુરી દીક્ષિત, શ્રીદેવી અને કરીના કપૂર જેવા ઘણા કલાકારો સાથે કામ કર્યું હતું.

તેમના અને શાહરૂખ ખાનને લગતો એક કિસ્સો એ પણ છે કે એકવાર માસ્ટરજીએ શાહરૂખને લાફો મારી દિધો હતો. શાહરૂખે તેના એક ઇન્ટરવ્યુમાં આ વાતનો ખુલાસો કર્યો હતો. જો કે, માસ્ટરજીએ કિંગ ખાનને પ્રેમથી થપ્પડ મારીને સલાહ આપી હતી.

શાહરૂખે એક ઇંટરવ્યુમાં જણાવ્યું હતું કે, "હું મારા શરૂઆતના દિવસોમાં માસ્ટરજી સાથે કામ કરતો હતો અને હું તે સમયે લગભગ ત્રણ શિફટમાં કામ કરતો હતો. એકવાર મેં તેમને કહ્યું કે હું બધા કામથી કંટાળી ગયો છું. તેના જવાબમાં સરોજજીએ મારા ગાલને પ્રેમથી થપ્પડ મારી હતી અને કહ્યું હતું મારે કયારેય એવુ ના કહેવું જોઇએ કે મારા પાસે ઘણા બાધા કામ છે. "

જણાવી દઇએ કે સરોજ ખાને 2000થી વધુ ગીતોની કોરિયોગ્રાફી કરી છે. તેમના કામ માટે તેમને 3 વખત નેશનલ એવોર્ડ પણ મળ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.