મુંબઈ: 'હેવાન' અને 'સિદ્ધિ વિનાયક' જેવી ટેલિવિઝન ધારાવાહિકમાં કામ કરી ચૂકેલા અભિનેતા કરણ ખંડેલવાલ કામનો અભાવ અને આર્થિક તંગીને કારણે પોતાના હોમ ટાઉન કેરળ પાછો ફર્યો છે.
કરણે જણાવ્યું હતું કે તે ઘણા વર્ષોથી મુંબઈ હતો પરંતુ હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી તે મુંબઈ છોડવા મજબૂર થયો હતો અને 1400 કિમીની સફર ખેડી કેરળ પહોંચ્યો હતો.
"લોકડાઉન પહેલા એક અકસ્માતમાં ઇજાગ્રસ્ત થતાં પીઠ નીચેના ભાગમાં મને અત્યંત દુખાવો થઈ રહ્યો હતો આથી ડ્રાઈવ કરીને કેરળ પહોંચવું મારા માટે ખૂબ જ અઘરું હતું. પરંતુ હું દેશના પોલીસ તંત્રનો આભાર માનું છું કે તેમણે મને માર્ગદર્શન આપી અને મારી મદદ કરી."
“અન્ય શહેરોની તુલનામાં મુંબઈમાં કોરોના સંક્રમણ જોખમી સ્તરે છે તેમજ કામ અને પૈસાની તંગી જેવા પ્રશ્નોના કારણે હું ભોજનના તેમજ અન્ય ખર્ચ ભોગવવા માટે અસમર્થ હતો. આથી મુંબઈ છોડીને ઘરે પરત ફરવું જ મને મુનાસિબ લાગ્યું.” કરણે જણાવ્યું.