મુંબઇ: તેના પ્રક્ષકોને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરતા ગ્લોવ્ઝ પહેરીને સિંગર ગુરુ રંધાવાએ ત્રણ મહીના પછી સ્ટેજ પર પગ મૂક્યો હતો.
ઉલેખનીય છે કે, કોવિડ-19 મહામારીના કારણે માર્ચમાં શરૂ થયેલા લોકડાઉન દરમિયાન લાઇવ શો બંધ કરી દેવામાં આવ્યા હતા. ત્યારે હવે વસ્તુઓ ધીરે-ધીરે સામાન્ય થઇ જઇ રહી છે. ગુરુએ અહીંયા એક ખાનગી કાર્યક્રમમાં પ્રદર્શન કર્યુ હતું.
આ અંગે ગુરુએ આઇએએનએસને કહ્યુ કે, “મે લગભગ ત્રણ મહીના પછી પરર્ફોમ કર્યુ અને આ એક સારો અનુભવ હતો. જો કે, દર્શકો સીમિત હતા અને તે ખૂબ જ મનોરંજક હતા. અમે એવા ગીત ગાયા જે આમતોર પર મારા શો માટે ગાતો હોઉ છું.”
તેણે વધુમાં કહ્યું કે, "સાવચેતીની વાત કરીએ તો મારી ટીમ અને મેં તેનુ પાલન કરવાનો પુરો પ્રયત્ન કર્યો હતો. મેં ગ્લોવ્ઝ પહેર્યા હતા અને મારી ટીમે માસ્ક અને ગ્લોવ્ઝ પહેર્યા હતા. બધાએ સામાજિક અંતર જાળવ્યું હતું, અમે અમારો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો કે અમે સલામત રહીએ અને ઓછામાં ઓછા સંપર્ક રાખીએ. "
તેમની સાથે ઘણા ઓછા સ્ટાફ સભ્યો હતા. તેણે કહ્યું, "તે ફક્ત મારા મેનેજર અને બેન્ડ હતા."
તેમના મુજબ આવી રીતે શો કરવો સલામત છે.