મુંબઇ: બોલિવુડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર લુધિયાનામાં તેમના પ્રિય સિનેમા હોલ રેખીની હાલત જોઈને ખૂબ જ ઉદાસ છે.
અભિનેતાએ ટ્વિટર પર હોલની ફોટો શેર કરી અને હાલની પરિસ્થિતિને જોઇ પોતાનું દુખ વ્યક્ત કર્યું છે.
-
Rikhy cinema, ludhiyana..... unginnat filmen 🎥 dekhi hain yahaan....ye sannata ......dekh kar ..... dil udaas ho gaya mera ..... pic.twitter.com/MGY5VG3z0S
— Dharmendra Deol (@aapkadharam) July 4, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Rikhy cinema, ludhiyana..... unginnat filmen 🎥 dekhi hain yahaan....ye sannata ......dekh kar ..... dil udaas ho gaya mera ..... pic.twitter.com/MGY5VG3z0S
— Dharmendra Deol (@aapkadharam) July 4, 2020Rikhy cinema, ludhiyana..... unginnat filmen 🎥 dekhi hain yahaan....ye sannata ......dekh kar ..... dil udaas ho gaya mera ..... pic.twitter.com/MGY5VG3z0S
— Dharmendra Deol (@aapkadharam) July 4, 2020
તેમણે લખ્યું, "રેખી સિનેમા ... અસંખ્ય ફિલ્મો અહીં જોઇ છે ... આ સન્નાટો જોઈને મારુ દિલ ઉદાસ થઈ ગયું."
મીનર્વા પછી રેખી લુધિયાણાનું બીજો સૌથી જુનો થિયેટર છે. તે બ્રિટિશ યુગથી બનેલું છે. તેની શરૂઆત વર્ષ 1933 માં થઈ હતી. જોકે, ધર્મેન્દ્રએ શેર કરેલી તેની તસ્વીરમાં તે ખૂબ જ જૂની હાલતમાં દેખાઇ રહ્યું છે.
અભિનેતાએ ટ્વિટર પર ફૈંસ સાથે વાતચીત કરી. જ્યારે ફૈંસે સિનેમામાં ફિલ્મ જોતી વખતે ખાવા પીવા વિશે પૂછ્યું ત્યારે તેમણે કહ્યું, "બજેટમાં ... એક ચવન્ની ... ટિક્કી, સમોસા માટે હમેશા રાખતા હતા."
એક ફૈંને પૂછ્યું કે સિનેમા હોલમાં છેલ્લી ફિલ્મ કઇ જોઇ હતી. અને ધર્મેન્દ્રએ જવાબ આપ્યો. 'દિલીપ સાહેબની દીદીર. તારીખ યાદ નથી '.
જણાવી દઇએ કે દિલીપ સાહબની દિદાર 16 માર્ચ 1951 માં રિલીઝ થયી હતી. આ ફિલ્મનું નિર્દેશન નીતિન બોઝે કર્યું હતું. દિલીપ ઉપરાંત અશોક કુમાર, નર્ગિસ, નિમ્મી અને મુરાદ પણ આ ફિલ્મમાં મહત્વપૂર્ણ ભૂમિકામાં હતા.