- અભિનેત્રી રકુલ પ્રીત સિંહ શુક્રવારે ED સમક્ષ હાજર રહી
- 2017માં હૈદરાબાદમાંથી પકડાયેલા ડ્રગ્સ કેસમાં સમન્સ પાઠવાયું હતું
- અગાઉ અનેક સેલેબ્રિટિઝ ED સમક્ષ રહી ચૂક્યા છે હાજર
ન્યૂઝ ડેસ્ક: EDએ અગાઉ LSD અને MDMA જેવા માદક દ્રવ્યો સપ્લાય કરવાના સનસનાટીભર્યા રેકેટના સંદર્ભમાં 10થી વધુ ટોલીવુડ હસ્તીઓને સમન્સ પાઠવ્યા હતા. EDએ તેલુગુ નિર્દેશક પુરી જગન્નાદ અને અભિનેત્રી ચાર્મી કૌરની આ કેસમાં પહેલા જ પૂછપરછ કરી હતી. જ્યારબાદ રકુલ પ્રીત સિંહને સમન્સ પાઠવતા શુક્રવારે તે હાજર રહી હતી.
20થી વધુ લોકોની કરાઈ હતી ધરપકડ
જુલાઈ 2017માં ડ્રગ રેકેટનો પર્દાફાશ થયો હતો અને ડ્રગ્સની હેરફેરને લગતા કેટલાક કેસ નોંધવામાં આવ્યા હતા અને 20થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં એક અમેરિકી નાગરિકનો પણ સમાવેશ થાય છે. રેકેટના સંબંધમાં ધરપકડ કરાયેલા લોકોની પૂછપરછ દરમિયાન ટોલીવૂડની કેટલીક હસ્તીઓના નામ પણ બહાર આવ્યા હતા.
સુષાંતસિંહ રાજપૂત સંદર્ભના કેસમાં પણ કરાઈ હતી પૂછપરછ
ED એ SIT દ્વારા પૂછપરછ કરનારા ટોલીવૂડ હસ્તીઓને સમન્સ પાઠવ્યા હતા અને તેમને તેની સમક્ષ હાજર થવા માટે સમન્સ પાઠવવામાં આવ્યું હતું. જોકે, SIT દ્વારા રકુલ પ્રીતની પૂછપરછ કરવામાં આવી હતી. ગયા વર્ષે, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) દ્વારા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ સાથે જોડાયેલી ડ્રગ્સ તપાસમાં તેની પૂછપરછ કરવામાં આવી હતી.