મુંબઇ: ઝોયા અખ્તર શ્રેષ્ઠ ફિલ્મ દિગ્દર્શકોમાંના એક છે અને કેટલાક શાનદાર કોન્સેપ્ટને સ્ક્રીન પર રજૂ કર્યા છે, જે ફક્ત બોક્સ ઓફિસ પર કમાણી કરવા માટે જ સીમિત રહેતા નથી, પણ આપણા દિલમાં એક વિશેષ સ્થાન બનાવી લે છે.
દોસ્તી પર આધારિત ફિલ્મ 'જિંદગી ના મિલેગી દોબારા' એનું ઉત્તમ ઉદાહરણ છે અને 15 જુલાઈ 2020ના રોજ આ ક્લાસિક ફિલ્મ રિલીઝના 9 વર્ષ પૂરા કરી ચૂકી છે. એ સુંદર દિવસોને યાદ કરતાં ડિરેક્ટર ઝોયાએ ઋતિક રોશન, ફરહાન અખ્તર, અભય દેઓલ અને પોતાનું એક બીટીએસ ફોટો શેર કર્યો છે. જેમાં તે મોનિટરને જોતા જોવા મળી રહ્યા છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
દોસ્તીની આ કહાની જીવવાનું પરિણામ રજૂ કરે છે. જેણે બધાનું દિલ જીતી લીધુ હતુ. આ ફિલ્મ ત્રણ મિત્રોની કહાની છે જે બતાવે છે કે બેચલર ટ્રીપ તેમના જીવનને કેવી રીતે બદલી નાખે છે. ઝોયાએ શેર કરેલા ફોટામાં ઋતિક, ફરહાન, અભય અને તે પોતે એક શોટ બાદ મોનિટર પર જાખતા જોવા મળી રહ્યા છે અને શોટ આપવા બાદનો આનંદ માણી રહ્યા છે!
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
9 વર્ષની ઉજવણી કરી રહેલા ડિરેક્ટર ઝોયા અખ્તરે તેના સોશ્યલ મીડિયા પર એક ફોટો શેર કરી અને લખ્યું કે, "મને લાગે છે કે અમે તેમને મેળવી લીધું છે! ઉલ્લેખનીય છે કે, કોરોનાના કારણે ઝોયા અખ્તરની ઇમારત પણ સીલ થઈ ગઈ છે. જેની બિલ્ડિંગમાં કોરોના કેસ નોંધાયો હતો.