મુંબઈ : જૈકલીન ફર્નાડીઝે ઈન્સ્ટાગ્રામ પર લખ્યું કે, તે દરેક લોકો સાથે પરિસ્થતિમાં ઉભો રહ્યો છે. હું જ્યારે પણ મુશ્કેલીમાં રહેતી હતી ત્યારે તેને હંમેશા મને મદદ કરી છે. તેમની અંતિમ ફિલ્મ જોવી મારા માટે આસાન નથી, પરંતુ મને ખબર છે કે તેમની સ્ક્રીનને જગમગાવી દેશે.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
જૈકલીને 'દિલ બેચારા'ના ડાયરેકટર મુકેશ છાબડાને પોસ્ટ કરી કહ્યું કે, હું જાણું છું કે તમે સુશાંતની ખુબ નજીક હતા... પ્લીઝ તમારી જાતને મજબુત રાખો
આ ફિલ્મમાં સુશાંતની સાથે નજર આવનારી અને ડેબ્યૂ કરનારી સંજના સાંધી માટે જૈકલીને લખ્યું કે, ડેબ્યૂ માટે ઓલ ધ બેસ્ટ... તમારી પાસે અમેઝિંગ કો-સ્ટાર હતા... મને આશા છે કે, તેમણે તારા પર્ફોમન્સ પર ગર્વ કર્યો હશે. જેના જવાબમાં સંજના સાંધીએ લખ્યું , આમીન થૈક્યૂ જૈકી
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત અને સંજના સાંઘીની અંતિમ ફિલ્મ 'દિલ બેચારા' આખરે 24 જૂલાઈના OTT પ્લેટફોર્મ પર રિલીઝ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ફિલ્મના નિર્દેશક મુકેશ છાબરાએ કહ્યું સુશાંત નિર્દેશકના રુપમાં મારી પ્રથમ ફિલ્મનો હીરો જ નહિ પરંતુ મારો ખાસ ફ્રેન્ડ પણ હતો. જે મારા મુશ્કેલીના સમયમાં મારી સાથે રહ્યો.
ફિલ્મમાં સૈફ અલી ખાન પણ એક કેમિયોમાં જોવા મળશે. આ ફિલ્મમાં સંગીત એ આર રહેમાનના છે જ્યારે ગીતો અમિતાભ ભટ્ટાચાર્યના છે.