આ ગીતના નવા વર્ઝનને નેહા કક્કરે પોતાનો અવાજ આપ્યો છે, અને તનિષ્ક બાગચીએ તેનું સંગીત આપ્યું છે. દિવ્યાએ સોશિયલ મિડીયા પર લુક શેર કરતી વખતે લખ્યું, "યાદ પિયા કી આને લગી માટે એકદમ નવો લુક, અને મને તે ખૂબ જ ગમે છે. હું આશા રાખું છું કે, તમને પણ આ નવા યુગની કન્યા ગમશે. ગીત 16 નવેમ્બરના રોજ આવી રહ્યું છે."
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
આ ગીત રિલીઝ થયાના 24 કલાકમાં જ યુ ટ્યૂબ પર 10 કરોડ વ્યૂને પાર કરી ગયું છે. 90ના દાયકાની પ્રખ્યાત ગાયિકા ફાલ્ગુની પાઠકનું આ પહેલું ગીત હતું. આ ગીતમાં રિયા સેન, રિચા પાલોદ અને કિરણ જાંજનીએ અભિનય કર્યો હતો. દિવ્યાએ પોતે પોતાની કરિયરની શરૂઆત ફાલ્ગુની પાઠકના વીડિયો ગીત 'ઐયો રામા' થી કરી હતી. તે હવે જ્હોન અબ્રાહમ સાથે 'સત્યમેવ જયતે 2'માં જોવા મળશે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">