મુંબઇ: નિર્દેશક મિલન લુથરિયાએ વર્ષ 2010માં આવેલી હિટ ફિલ્મ 'વન્સ અપોન અ ટાઈમ ઈન મુંબઈ'માં અભિનેતા અજય દેવગણ અને ઇમરાન હાશ્મી ને કાસ્ટ કરવા માટે તેમની સમક્ષ શરત મૂકી હતી કે તેઓ તેમના મહેનતાણા માં ઘટાડો કરે, કારણકે મિલન એ વખતે આર્થિક તંગીનો સામનો કરી રહ્યા હતાં.
તેમને તે વર્ષના એપ્રિલમાં આ ફિલ્મનો આઈડિયા મળ્યો હતો. વાર્તા અધૂરી હતી પરંતુ રસપ્રદ હતી. તે વખતે મંદી ચાલી રહી હતી જેના કારણે અનેકવાર ફિલ્મના બજેટમાં ફેરફાર કરવા પડ્યા હતા.
મિલન આ ફિલ્મમાં પહેલેથી જ અજય અને ઇમરાનને લેવા માંગતા હતા. પરંતુ મંદીને લઇને તેમને આ બંને કલાકારોને કહેવું પડ્યું કે તેમને ફિલ્મના પ્રોફિટમાંથી તો ભાગ નહિ મળી શકે, ઉપરાંત તેમણે તેમના મહેનતાણા માં પણ ઘટાડો કરવો પડશે. કેમકે નિર્દેશક તરીકે તેમને મળનારી રકમમાં પણ ઘટાડો થવાનો જ હતો.
આ ગેંગસ્ટર ડ્રામા ફિલ્મ 30 જુલાઇ 2010ના રોજ રીલિઝ થઈ હતી.