મુંબઇ : મળતી માહીતી મુજબ, આ ઘટના એક વર્ષ પહેલાની છે.માનવીને વેબ સિરીઝમાં કામ કરવાની ઓફર મળી હતી. આ ઓફર માટે નિર્માતાએ ફોન કર્યો હતો. પોતાનો અનુભવ જણાવતા માનવીએ કહ્યું છે કે ''એક વર્ષ પહેલા મને અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો અને મારી પાસે વેબ સિરીઝમાં કામ કરવાની ઓફર મુકવામાં આવી હતી, તે વ્યક્તિએ મને બજેટ વિશે માહિતી આપી." મેં કહ્યું બજેટની વાત કરવાને બદલે પહેલાં વાર્તા જણાવો અને આમ પણ આ બજેટ તો બહુ ઓછું છે. મારી વાત સાંભળીને તે વ્યક્તિએ મારી ફી ત્રણ ગણી કરી દીધી અને કહ્યું કે હું આટલા પૈસા આપી શકું છું પણ એ માટે તારે સમાધાન કરવું પડશે.''
માનવીએ પોતાની લાગણી વ્યક્ત કરતા કહ્યું કે," મેં આ સમાધાન શબ્દ સાતથી આઠ વર્ષ પછી સાંભળ્યો હતો. મેં ગુસ્સામાં જવાબ આપ્યો હતો કે તારી હિંમત કઈ રીતે થઈ અને હું હવે આ વાતની પોલીસ ફરિયાદ કરવા માટે જઈ રહી છું. મને આ બધા અનુભવ પછી બહુ ગુસ્સો આવી જાય છે."
માનવી છેલ્લે સુપરસ્ટાર આયુષ્માન ખુરના સાથે હિટ ફિલ્મ 'શુભ મંગલ જ્યાદા સાવધાન'માં જોવા મળી હતી.