- બોલીવુડ અભિનેત્રી ઉર્વશી રાઉતેલા (Bollywood Actress Urvashi Rautela)એ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો વીડિયો
- વીડિયોમાં એક વ્યક્તિ ઉર્વશીને પેટમાં મારી રહ્યો છે મુક્કા
- વીડિયોમાં ઉર્વશી વિરોધ કરવાની જગ્યાએ કંઈ નથી કરતી
આ પણ વાંચો- 47 વર્ષની ઉંમરે પણ Bollywood Actress Malaika Arora પોતાને કઈ રીતે રાખે છે ફિટ? જુઓ
અમદાવાદઃ અભિનેત્રી ઉર્વશી રાઉતેલા (Bollywood Actress Urvashi Rautela)એ ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલો વીડિયો ખૂબ જ ધૂમ મચાવી રહ્યો છે. આ વીડિયોમાં એક વ્યક્તિ ઉર્વશીને પેટમાં સતત મુક્કા મારી રહ્યો છે. જોકે, ઉર્વશીને તેનાથી તકલીફ પડી રહી છે તેમ છતાં તે કંઈ નથી કરતી. ઉલટાનું તે આ પીડા સહન કરી રહી છે. જોકે, અનેક લોકો ઉર્વશીનો આ વીડિયો જોઈને હેરાન થઈ ગયા છે અને તેના વખાણ કરી રહ્યા છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ટ્રેનરે સતત મુક્કા મારી ઉર્વશીને પ્રેક્ટિસ કરાવી
જોકે, આ વીડિયો જોઈને ગભરાવવાની જરૂર નથી. કારણ કે, આ વીડિયો ઉર્વશીની આગામી ફિલ્મની તૈયારી દરમિયાનનો છે, જેમાં એક બોક્સર ઉર્વશીને પ્રેક્ટિસ કરાવી રહ્યો છે અને વીડિયોમાં બોક્સર ઉર્વશીને પેટમાં સતત મુક્કા મારી રહ્યો છે. વીડિયોમાં ઉર્વશીએ જિમ સૂટ પહોર્યો છે અને તે રિંગમાં ઉભી નજરે પડી રહી છે. તેની સામે એક ટ્રેનર ઉભો છે, જે સતત તેને પ્રેક્ટિસ માટે મુક્કા મારી રહ્યો છે. જોકે, અનેક મુક્કા માર્યા પછી બોક્સર ત્યાંથી હટી જાય છે.