- બોલિવુડ અભિનેતા સલમાન ખાન રશિયા જવા રવાના
- ટાઈગર 3ના શૂટિંગ માટે સલમાન રશિયા જવા રવાના
- CISF જવાને એરપોર્ટ પર સલમાન ખાનને રોક્યા
- લોકોએ CISF જવાનના કર્યા વખાણ
અમદાવાદઃ બોલિવુડ દબંગ અભિનેતા સલમાન ખાન પોતાની આગામી બહુચર્ચિત ફિલ્મ 'ટાઈગર 3' માટે રશિયા જવા રવાના થઈ ગયા છે. ત્યારે હાલમાં જ તેઓ એરપોર્ટ પર જોવા મળ્યા હતા. ત્યારનો વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો જ વાઈરલ થઈ રહ્યો છે. કારણ કે, એરપોર્ટ પર પહોંચેલા સલમાન ખાનને CISF અધિકારી સિક્યોરિટી ચેક માટે રોકી દે છે. ચેકિંગ પછી સલમાન ખાનને એરપોર્ટ જવા દે છે. જોકે, લોકો CISF અધિકારીના ઘણા વખાણ કરી રહ્યાં છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
સલમાન અને ઈમરાન હાશ્મી પહેલી વખત એકસાથે જોવા મળશે.
સલમાન ખાન આ વીડિયોમાં ખૂબ જ શાંત જોવા મળી રહ્યા છે. આ સાથે જ તેઓ ધીમે ધીમે પોતાની ટીમ સાથે આગળ વધી રહ્યા છે. તો આ વીડિયોમાં લોકો સલમાન ખાન અને CISF અધિકારી બંનેના વખાણ કરી રહ્યા છે. તો એક યુઝરે કમેન્ટ કરી હતી કે, CISFના જવાને જે રીતે સલમાન ખાનને રોક્યા તે જોઈને ઘણું સારું લાગ્યું.
તો બીજા યુઝરે લખ્યું કે, CISF જવાન પણ કોઈ સ્ટારથી ઓછા નથી. આપને જણાવી દઈએ કે, સલમાન ખાન લગભગ 2 મહિના સુધી ટાઈગર 3નું શૂટિંગ કરશે. આ ફિલ્મમાં સલમાન ખાનની સાથે કેટરિના કેફ અને ઈમરાન હાશ્મી પણ જોવા મળશે. જોકે, ઈમરાન ફિલ્મમાં નેગેટિવ રોલમાં હશે.
આ પણ વાંચોઃ Actor Salman Khanએ ફાર્મ હાઉસ પર બતાવ્યો નવો અંદાજ, જુઓ
આ પણ વાંચોઃ સલમાન ખાનના ડિઝાઇનર એશલે રેબેલો સાથે ETV BHARATની ખાસ વાતચીત