ETV Bharat / sitara

જાણો, સવારના નાસ્તામાં સલમાન ખાને તેના ઘોડા સાથે શું ખાધું... - સલમાન ખાને તેના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર

સલમાન ખાને તેના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે પોતાના ઘોડાને પાંદડા ખવડાવી રહ્યો છે અને તે પોતે પણ ખાય છે. આ ફની વીડિયો પર ચાહકોની રમૂજી પ્રતિક્રિયા જોવા મળી હતી.

જાણો સવારના નાસ્તામાં સલમાને ખાને તેના ઘોડા સાથે શું ખાધું

author img

By

Published : Apr 10, 2020, 7:07 PM IST

મુંબઈ: બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાને એક મજેદાર વીડિયો શેર કર્યો છે જેમાં તે પોતાના ઘોડા સાથે પાન ચાવતો નજરે પડે છે.

સલમાને શુક્રવારે સવારે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે તેના ઘોડાને પાંદડા ખવડાવતો જોઇ શકાય છે. જ્યારે તેઓ સાથે મળીને આ પાંદડા ચાવતા પણ જોવા મળે છે. અભિનેતાએ વીડિયોમાં કેપ્શન આપ્યું હતું કે, 'મારા પ્રિય ઘોડા સાથેનો નાસ્તો ..' સલમાનને પાંદડા ચાવવાની મજા પડી હશે કારણ કે તેમને ખાધા પછી તેણે કહ્યું, 'આ ખુબ સારૂ છે!'

અભિનેતા હાલમાં તેના પનવેલ ફાર્મહાઉસમાં લોકડાઉનનો સમય પસાર કરી રહ્યો છે. એવું લાગે છે કે તેઓ ત્યાંના પ્રાણીઓ સાથે સારો સમય પસાર કરી રહ્યા છે. સલમાને હાલમાં એક વીડિયો શેર કર્યો જેમાં તેણે પોતાના પિતા સલીમ ખાનને યાદ કરવાની વાત કરી, જે હાલમાં મુંબઇના એપાર્ટમેન્ટમાં એકલા રહે છે.

લોકડાઉનને કારણે સલમાન અને તેના બાકીના પરિવારજનો પણ મુંબઇ નજીકના તેમના પનવેલ ફાર્મહાઉસમાં રહે છે. તે વીડિયોમાં સલમાને કહ્યું કે તે ત્રણ અઠવાડિયાથી તેના પિતાને મળ્યો નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.