અભિનેતા ઋતિક રોશન અને ટાઈગર શ્રોફની ફિલ્મ વૉરે પ્રથમ દિવસે બોક્સ ઓફિસ પર રેકોર્ડ બ્રેક કમાણી કરી છે.
આ ફિલ્મે ભારતમાં હિન્દીમાં સિનેમાના તમામ રેકોર્ડ તોડી પ્રથમ દિવસે 51.60 કરોડની કમાણી કરી છે. આ સાથે જ આ ફિલ્મ હિંદી સિવાય તેલુગૂ અને તમિલમાં પણ રિલીઝ કરાઈ છે. બંને ભાષામાં કુલ કલેકશન 1.75 કરોડ થયું છે.
ગાંધી જંયતિના દિવસે ભારતમાં 4000થી વધુ સ્ક્રીન પર રિલીઝ થયેલી ફિલ્મ વૉરે કુલ 53.35 કરોડની કમાણી કરી બોક્સ ઓફિસ પર રેકોડ પોતાને નામ કર્યા છે.
બેસ્ટ ઓપનિંગ કલેક્શન ફિલ્મ ઠગ્સ ઓફ હિંદોસ્તાનથી આગળ નીકળી ગઈ છે. ફિલ્મે પહેલા દિવસના તમામ કલેક્શનનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. આ સિવાય નેશનલ હોલીડે પર હાઇએસ્ટ ડે 1 અને ઋતિક રોશન,ટાઇગર શ્રોફ અને યશ રાજ ફિલ્મ માટે પણ હાઇએસ્ટ ડેનો રેકોર્ડ બનાવ્યો છે. ફિલ્મ ક્રિટિક તરણ આદર્શએ અનેક ટ્વિટ્સમાં વૉરના ભારતમાં પ્રથમ દિવસના કલેક્શન અને વૉર દ્વારા રચિત કેટલાક રેકોર્ડનો ઉલ્લેખ કર્યો છે. વર્ષની સૌથી મોટી એક્શન ફિલ્મ તરીકે પણ રૅકૉર્ડ તોડ્યો છે.
પરંતુ પ્રમોશન કરવામાં આવતી ફિલ્મ વૉરના પહેલા પોસ્ટર અને લુકની સાથે સાથે ફિલ્મના ચાહકોમાં એક ઉત્સાહ હતો. જે આગળના દરેક ટીઝર અથવા પોસ્ટર કે ટ્રેલર સાથે વધતો ગયો હતો. 7 દેશોના 15 જુદા-જુદા શહેરોમાં 300 કરોડથી પણ વધારે બજેટની બનેલી ટાઇગર અને ઋતિકની આ ફિલ્મમાં ઘણા જીવલેણ એક્શન સ્ટંટ કર્યા છે.