- વહિદા રહેમાને ફરી કરી બતાવ્યું કે ઉંમર એક આંકડો
- અભિનેત્રીએ 83ની ઉંમરે કર્યું સ્કુબા ડાઇવિંગ
- પુત્રીએ શેર કરી ઇન્સટાગ્રામ પર તસવીર
ન્યુઝ ડેસ્ક: આઇકોનિક બોલિવૂડની અભિનેત્રી વહિદા રહેમાન, જે ફેબ્રુઆરીમાં 83 વર્ષના થયા હતા, જે પોતાની ઉંમરની ચિંતા કર્યા વગર એકદમ મસ્ત જીવન જીવી રહ્યા છે. પીઢ અભિનેત્રી વાઈલ્ડ ફોટોગ્રાફિ પછી, હવે અંદમાન અને નિકોબાર ટાપુઓમાં રહસ્યમય દરિયાઇ જીવનનો અનુભવ કરી રહ્યા છે.
માત્ર 2 વર્ષમાં પૂરુ કર્યું સ્વપ્ન
2019માં ટ્વીંકલ ખન્નાને આપેલા ઇન્ટરવ્યુંમાં અભિનેત્રીએ કહ્યું હતું કે તેઓના વિશ લિસ્ટમાં સ્કુબા ડાઇવિંગ છે અને તે જલ્દી જ આ વિશને પૂરી કરશે. માત્ર 2 વર્ષના સમયગાળામાં અભિનેત્રીએ પોતાનું સપનુ પુર્ણ કર્યું હતું.
આ પણ વાંચો : કંગના રાનૌતે 'ચલી ચલી' ગીતની એક મહિના સુધી રિહર્સલ કરી
પુત્રીએ શેર કરી ઇન્સટા પર તસવીર
વહિદાની પુત્રી કાશ્વી રેકીના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરેલી તસવીર અનુસાર, અભિનેતા ટાપુ વેકેશન દરમિયાન સુંદર સમય પસાર કરી રહી છે. કાશ્વીએ તેની માતા સાથે એક તસવીર પોસ્ટ કરી હતી, જેમાં આ જોડી સ્નોર્કલિંગ ગિયર પહેરીને પાણીની અંદર જોવા મળી રહી છે. તેણે આ ફોટો સાથે કેપ્શન કર્યું હતું, "મોમ સાથે સ્નોરકલિંગ." # વોટરબીબીઝ
આ પણ વાંચો : સુરત યુથ કોંગ્રેસે બોલિવુડ સેલિબ્રિટી અને યોગગુરુ રામદેવને શ્રદ્ધાંજલિ અર્પિત કરી, જાણો શું છે કારણ...
ઉંમર માત્ર એક આંકડો
આ પહેલીવાર નથી જ્યારે વહિદાએ પ્રમાણિત કર્યું હોય કે ઉંમર માત્ર નંબર છે. 2019માં વહિદા રહેમાન વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર બન્યા હતા અને ભારત, તાંઝાનિયા, નામિબીઆ અને કેન્યામાં પ્રવાસ કર્યો હતો.