વડાપ્રધાન મોદીની બાયોપિક પર રોક લાગવાની બાબત પર બોલીવુડ અભિનેતા વિવેક ઓબોરોય ચૂંટણી પંચ પહોંચ્યા હતા. તેમણે ત્યા ચૂંટણી પંચ સામે પ્રીમિયર પણ રાખ્યું હતું. ફિલ્મ જોયા બાદ ચૂંટણી પંચે જવાબ આપતા વિવેક તથા ફિલ્મ નિર્માતા ખુબ ખુશ છે. સિને સ્ચારે આશા દાખવી છે કે ટૂંક સમયમાં આ ફિલ્મ સિનેમાઘરોમાં આવશે.
ચૂંટણી પંચ પહોંચ્યા વિવેક ઓબોરોય
વિવેક ઓબોરોયે આ બાબત પર સ્પષ્ટતા કરતા કહ્યું કે આ ફિલ્મ ચૂંટણીમાં લોકોને આકર્ષવા માટે નથી બનાવામાં આવી.આ ફિલ્મ એક દેશભક્તની વાર્તા છે. જેથી લોકોઆ ફિલ્મથી પ્રેરણા લઇ શકે. વિવેક ઓબેરોયે કહ્યું કે, તેમણે કોઇ પણ પાર્ટીના સભ્ય નથી. તેને રાજનીતિમાં આવવાનો પણ કોઇ વિચાર નથી.
મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે, રાજનીતિ કરવી જ હોત તો 5 વખત લોકસભા ચૂંટણી લડવા માટે ટિકિટની ઓફર પણ મળી હતી, પરંતુ મેં ના કહી હતી. કેમકે મને લાગે છે કે આ કામ તેમનું નથી.
જોકે ફિલ્મ રિલીઝ ન થવાથી નિર્માતા, નિર્દેશક સહિત આખી ટીમ નિરાશ છે. બધા ઇચ્છે છે કે આ ફિલ્મ ટૂંક સમયમાં રિલીઝ થાય.