ETV Bharat / sitara

‘તાશ્કન્દ ફાઇલ્સ’ વિશે અગ્નિહોત્રીની કબૂલાત, મિથુન દા અને નસીરુદ્દીનને એક સાથે મોટી બાબત

વિવેક અગ્નિહોત્રીએ કબૂલ્યું કે, નસીરુદ્દીન શાહ અને મિથુન ચક્રવર્તીને ફિલ્મ ‘તાશ્કન્દ ફાઇલ્સ’માં સાથે લાવવા એ બહું મોટી વાત હતી. અહીં જાણો કેમ...

Vivek Agnihotri was 'scared' bringing Naseer, Mithun together in The Tashkent Files
‘તાશ્કન્દ ફાઇલ્સ’ વિશે અગ્નિહોત્રીની કબૂલાત
author img

By

Published : Apr 12, 2020, 3:17 PM IST

મુંબઇ: દિગ્દર્શક વિવેક અગ્નિહોત્રીની 'ધ તાશ્કન્દ ફાઇલ્સ' એક વર્ષ પહેલા 12 એપ્રિલના રોજ રીલિઝ થઈ હતી, જ્યારે તેણે શનિવારે ફિલ્મ બનાવવાનો અનુભવ શેર કર્યો હતો. આ ફિલ્મની વાર્તામાં દિવંગત વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીના રહસ્યમય મૃત્યુનું કારણ અને કલ્પના બતાવવામાં આવી છે. આ ફિલ્મમાં મિથુન ચક્રવર્તી, નસીરુદ્દીન શાહ, પંકજ ત્રિપાઠી, શ્વેતા બાસુ પ્રસાદ, રાજેશ શર્મા અને વિનય પાઠક પણ છે.

અગ્નિહોત્રીએ સ્વીકાર્યું કે, મિથુન અને નસીરુદ્દીનને સાથે લાવવા એ તેમના માટે કોઈ પડકારથી ઓછું નહોતું. જો કે, બંને અભિનેતાઓએ 'ધ તાશ્કન્દ ફાઇલ્સ' પહેલાં 'ખ્વાબ (1980)', 'હમ પંચ (1981)', 'સ્વામી દાદા (1982)' અને 'ગુલામી (1985)' જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું, પરંતુ આ 33 વર્ષ પહેલા થયું હતું.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

અગ્નિહોત્રીએ કહ્યું કે, "હકીકતમાં જો આ બધી વિશાળ પ્રતિભાઓનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવ તો ન હોત તો તે ફિલ્મની વિરુદ્ધ જઈ શકતા હોત. ફિલ્મમાં કાસ્ટ કરેલા દરેક અભિનેતા આત્મવિશ્વાસ સાથે આવ્યાં હતાં. મિથુન દા અને નસીરુદ્દીન સરને એક સાથે લાવવા મારા માટે મોટી બાબત હતી.

વિવેકે કહ્યું કે, 'શરૂઆતમાં હું ડરી ગયો હતો. ઘણાં વ્યક્તિગત કારણોસર તેઓ 30 વર્ષ સુધી સાથે કામ કરી શક્યા નહીં, પરંતુ જ્યારે હું તેમની સાથે સ્ક્રિપ્ટ લઇને ગયો હતો, ત્યારે અમે ભાગ્યશાળી હતા કે તે આ ફિલ્મ માટે સંમત થયાં. જ્યારે મેં કહ્યું કે, મિથુન દા ફિલ્મમાં હશે, ત્યારે નાસીરુદ્દીન સર આ બાબતે હસી પડ્યા હતાં. આ જ સમયે જ્યારે મેં મિથુન સરને કહ્યું હતું કે, નાસીરુદ્દીન સર પણ આ ફિલ્મમાં છે, ત્યારે તેઓ કંઈ બોલ્યા નહોતા." આમ, બંને વરિષ્ઠ કલાકારોએ ફિલ્મમાં કાલ્પનિક રાજકારણીઓ પાત્રો ભજવ્યા છે.

દિગ્દર્શક વિવેકે વધુમાં ઉમેર્યું કે, "આ બંને પ્રતિભાશાળી છે અને આપણે બધા જાણીએ છીએ, પરંતુ તેમની અભિનયની શૈલી ઘણી જુદી છે. નસીરુદ્દીન દરેક સંવાદ તૈયાર કરે છે અને તેનું રિહર્સલ કરવાનું પસંદ કરે છે. જ્યારે મિથુન દા પોતાના અભિનયમાં આરામદાયક રહેવાનું પસંદ કરે છે. બંનેના મંતવ્યો જુદા હોવાને કારણે, હું વિચારતો હતો કે કેવી રીતે એકસાથે લાવી શકીશ. મને યાદ છે કે, ફિલ્મના એક સીનમાં બહુ ડાયલોગ નહોતો, પરંતુ આ બંને ફક્ત એકબીજાના ચહેરાની પ્રતિક્રિયાથી સીનને મહાન બનાવ્યો હતો. બાકી તમે ફિલ્મમાં જોઈ શકો છો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.