- વિરાટ અને અનુષ્કા બન્યાં દીકરીના માતાપિતા
- મુંબઈમાં અનુષ્કાએ બપોરે આપ્યો દીકરીને જન્મ
- વિરાટે સોશિયલ મીડિયામાં જાણકારી આપી
મુંબઈઃ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્માએ સોમવારે બપોરે એક પુત્રીને જન્મ આપ્યો છે. કોહલી દંપતિનુંં આ પહેલું સંતાન છે. આપને જણાવીએ કે વિરાટ કોહલી હાલમાં પેટરનિટી લીવ લઇને ભારત પરત આવી ગયાં છે કારણ કે તેમને તેમના સંતાનના જન્મ સમયે ઉપસ્થિત રહેવું હતું અને દુનિયામાં તેમના બાળકનું સ્વાગત હાજર રહીને કરવું હતું. વિરાટ હાલમાં ઓસ્ટ્રેલિયામાં ચાલી રહેલી શ્રેણીની મધ્યમાં રજાઓ લઇને ભારત પરત આવ્યાં હતાં.
વિરાટ કોહલીએ આ અંગેની સહર્ષ જાણકારી તેમના સોશિયલ મીડિયાના માધ્યમથી તેમના ચાહકો સાથે શેર કરી છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
વિરાટે આ શબ્દોમાં વ્યક્ત કરી આનંદની લાગણી
વિરાટે લખ્યું છે કે અમે આ ખુશખબર જણાવતાં અત્યંત ઉત્સાહિત છીએ કે આજે બપોરે અમારા ઘરે બેબી ગર્લે જન્મ લીધો છે. અમે બધાં તમારા પ્રેમ, પ્રાર્થના અને શુભકામનાઓ માટે આભાર વ્યક્ત કરીએ છીએ. અનુષ્કા અને બેબી બંને સ્વસ્થ છે અને અમે અમારી જિંદગીનું આ પ્રકરણ શરુ કરી ધન્યતા અનુભવી રહ્યાં છીએ. તમે સમજશો કે હવે અમને થોડી પ્રાયવસીની જરુર રહેશે.