મુંબઈઃ અભિનેતા-કોમેડિયન વીર દાસ પોતાની આગામી વેબ સીરીઝ 'હસમુખ' વિશે વાત કરી હતી. જેમાં તેમણે હસમુખ પાત્રને પડદા પર જીવિત કરવા વિશેના સફર અંગે વાત કરી હતી.
વીરે કહ્યું હતું કે, 'હસમુખ' એક કાલ્પનિક કહાની છે. દરેક કલ્પનિક કહાની કોઈને કોઈ ભયાવહ કલ્પના સાથે જોડાયેલી હોય છે. એક લેખક તરીકે પણ મેં આ વાતને અહીં ઉતારવાનો પ્રયત્ન કર્યો છે. કોઈ અમોલ પાલેકરને પડદા પર જોઈને કલ્પના પણ નથી કરી શકતું કે, એમનું કોઈ નકારાત્મક પાસું પણ હોઈ શકે. તેમનું ઓનસ્ક્રિન ઘણું મિલનસાર અને લાગણીશીલ છે. હસમુખ પણ એવું જ પાત્ર છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
આગળ વાત કરતાં વીરે જણાવ્યું કે, મે દિગ્ગજ અભિનેકાઓની માસૂમિયતને મારામાં ઉતારવાનો પ્રયત્ન કર્યો છે. મારો બીજો એક આદર્શ પીટર સેલર્સ છે. જેમની કોમિક ટાઈમિગનો હું બહુ મોટો ચાહક છું.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
આ સીરિઝ સહારનપુરના એક યુવકની કહાણી છે. જે દુનિયાનો સૌથી મોટો કોમેડિયન બનાવા માગે છે. જો કે, તે એક સારો લેખક છે પરંતુ તે પોતાની કોમિક ટાઈમિંગથી ખુશી નથી હોતો. બસ અહીં જ એની મહાત્વકાંક્ષાની અને સંઘર્ષની શરૂઆત થાય છે.
આ વેબ સીરિઝ 17 એપ્રિલના રોજ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે.