મુંબઈઃ અભિનેતા વિજય વર્માએ ઈન્સ્ટાગ્રામ પર એક સ્ક્રીનશૉટ શેર કર્યો હતો. જેમાં કહ્યું હતું કે, અભિનેતાએ પોતાના વતન હૈદરાબાદના ડૉકટરો સાથે વીડિયો કોલ દ્વારા કોરોના સામે લડવાની વાત કરી હતી. અભિનેતાએ આ માટે ડિરેક્ટર ઇમ્તિયાઝ અલીનો પણ આભાર માન્યો હતો.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ઇન્સ્ટાગ્રામ પર વીડિયો કોલનો સ્ક્રીનશોટ શેર કરતાં અભિનેતાએ લખ્યું કે, 'મેં હૈદરાબાદના ઘણા યુવા સ્થાનિક ડૉક્ટરો સાથે વાત કરી અને તેમને મારી વાત કહી. મેં તેમની વાત પણ સાંભળી. અમે હૈદરાબાદની શૈલીમાં વાત કરી હતી અને તે ખૂબ જ મનોરંજક હતું. હું આ કોવિડ વોરિયર્સને સલામ કરું છું. ઈમ્તિયાઝ મને તેમનો એક ભાગ બનાવવા બદલ આભાર.'