મુંબઈ: બોલીવૂડ અભિનેતા વિદ્યુત જામવાલ પોતાની ફિટનેસ માટે બી-ટાઉનમાં જાણીતો છે
હાલમાં જ તેણે તેની યુ ટ્યુબ ચેનલ લૉન્ચ કરી છે. જેમાં તેણે એક વીડિયો પર અપલોડ કર્યો છે.
આ વિશે તેમણે જણાવ્યું હતું કે, " મારું સપનું હતું કે મારી પોતાની યુ ટ્યુબ ચેનલ હોય, પરંતુ હું એક સારા વિષયની રાહ જોઇ રહ્યો હતો. હાલમાં જ મે પાણી પર ચાલવાની ટ્રેનિંગ પૂરી કરી છે આથી મને લાગ્યું કે શરૂઆત કરવાનો આ ઉત્તમ સમય છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
અભિનેતા લોકડાઉન દરમિયાન તેના ચાહકોને ઈન્સ્ટાગ્રામ દ્વારા ફિટનેસ ટિપ્સ આપતો રહ્યો છે. હવે ચેનલના માધ્યમ દ્વારા શારીરિક તેમજ માનસિક તંદુરસ્તી અને ડાયેટ સંબંધી વાતો પર તેના ચાહકોને માહિતી આપશે.