ETV Bharat / sitara

'ખૂનપસીનો અને માટી' વિકી કૌશલની આ રીતે પડી સોમવારની સવાર - Social Media

અભિનેતા વિકી કૌશલ શબ્દશ: પોતાના આગામી પ્રોજેક્ટ્સને લઇને 'ખૂનપસીનો વહેવડાવતી' મહેનત કરી રહ્યાં છે. અભિનેતાએ માર્શલ આર્ટ ટ્રેનિંગ સાથે સોમવારની સવાર શરુ કરી હતી અને તેમનો એક ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. જેમાં તેમના હાથ ઉપર બાંધેલા પાટા પર લોહીના ડાઘા દેખાય છેે.

'ખૂનપસીનો અને માટી' વિકી કૌશલની આ રીતે પડી સોમવારની સવાર

author img

By

Published : Mar 22, 2021, 3:32 PM IST

  • અભિનેતા વિકી કૌશલ ઇજાગ્રસ્ત
  • અપકમિંગ ફિલ્મ માટે માર્શલ આર્ટની લઇ રહ્યાં છે ટ્રેનિંગ
  • 'ધ ઇમમોર્ટલ અશ્વત્થામા' માટે ખૂનપસીનો વહાવતાં વિકી
    વિકી કૌશલના જમણા હાથ ઉપર બાંધેલા પાટા પર લોહીના ડાઘા દેખાય છેે.

હૈદરાબાદઃ બોલીવૂડ હાર્ટથ્રોબ વિકી કૌશલે પોતાની માર્શલ આર્ટની ટ્રેનિંગ સેશનનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. આ ફોટોમાં અભિનેતા ઇજાગ્રસ્ત હાલતમાં જણાય છે જેમાં તેમના જમણા હાથ પર બાંધેલા પાટા પર લોહીના ડાઘા પડેલાં હોય તે દેખાઈ રહ્યું છે. તેમનો આ ફોટો જોઇને કોઇ પણ કહી શકે કે અભિનેતા વિકી કૌશલ તેના પ્રોજેક્ટને લઇને ખૂનપસીનો વહેવડાવે છે અને માટીમાં રગદોળાય છે. વિકી કૌશલ તેમની અપકમિંગ ફિલ્મ 'ધ ઇમમોર્ટલ અશ્વત્થામા' માટે માર્શલ આર્ટની ટ્રેનિંગ મેળવી રહ્યાં છે. વિકીએ આ સાથે વધુ ફોટોઝ ઉપરાંત વીડિયો પણ શેર કર્યો હતો. જેમાં વિકી સ્પીન બો સ્ટફ અજમાવી રહેલો જોવા મળે છે. માર્શલ આર્ટ માટે આ એક ખૂબ જ જરુરી હથિયાર માનવામાં આવે છે.

આ પણ વાંચોઃ ફિલ્ડમાર્શલ સેમ માણેકશોની પુણ્યતિથિ નિમિત્તે વિકી કૌશલે તેમનો નવો લુક શેર કર્યો

વિકી માર્શલ આર્ટની ટ્રેનિંગ લેતાં ઇજાગ્રસ્ત થયા

રાષ્ટ્રીય એવોર્ડ વિનિંગ એક્ટર વિકી કૌશલે આજે સવારે તેના ઇન્સ્ટાગ્રામ પર ફોટો શેર કર્યો હતો.. ફોટોમાં તેમના જમણા હાથમાં બો સ્ટફ દેખાય છે અને તેમના હાથમાં પાટો પણ બાંધેલો છે. વિકીએ લખ્યું છે કે સોમવારની સવાર 'બ્લડ, સ્વેટ અને ડર્ટ' સાથે પડી. વિકીએ જોકે એ નથી લખ્યું કે કે કઇ ફિલ્મ માટે આવી કડક ટ્રેનિંગ લઇ રહ્યાં છે, પરંતુ વાતો સંભળાય છે કે વિકી તેમની આગામી ફિલ્મ 'ધ ઇમમોર્ટલ અશ્વત્થામા' માટે માર્શલ આર્ટ અને ઘોડેસવારીની ટ્રેનિંગ લઇ રહ્યાં છે. આ ફિલ્મના ડિરેક્ટર 'ઊરી' ફેમ આદિત્ય ધર છે. 'ધ ઇમમોર્ટલ અશ્વત્થામા' સુપર હીરો જેનરની ફિલ્મ છે જે તેના નામને મધ્યમાં રાખતી પરંપરાગત કથા પર આધારિત છે.

સાઈ-ફાઈ સુપર હીરોનું પાત્ર

આ ફિલ્મમાં વિકી કૌશલ શીર્ષક મુજબનું પૌરાણિક પાત્ર ભજવતાં જોવા મળશે જેમને અમરત્વનું વરદાન મળ્યું હતું. રોની સ્ક્રુવાલા દ્વારા નિર્મિત 'ધ ઇમમોર્ટલ અશ્વત્થામા' ફિલ્મ મહાભારતના પાત્ર પર આધારિત ભવિષ્યના સાઈ-ફાઈ તરીકે વર્ણવવામાં આવશે. વિકી કૌશલ છેલ્લે 'ભૂત પાર્ટ વનઃ ધ હોન્ટેડ શિપ' ફિલ્મમાં સ્ક્રીન પર જોવા મળ્યાં હતાં. વિકી પાસે યશરાજ ફિલ્મ્સનો પ્રોજેક્ટ પણ છે જેમાં પૂર્વ બ્યૂટી ક્વીન માનુષી છિલ્લર સાથે કામ કરી રહ્યાં છે.

આ પણ વાંચોઃ યશરાજ ફિલ્મ્સ દ્વારા નિર્મિત વિકી-માનુષીની આગામી ફિલ્મનું ટાઈટલ મળ્યું

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.