હૈદરાબાદઃ વિક્કી કૌશલે લગ્ન બાદ ફરી એકવાર પોતાના કામની શરૂઆત કરી દીધી છે. છેલ્લા કેટલાક દિવસોથી વિક્કી કૌશલ કામમાં ખૂબ જ વ્યસ્ત રહે છે. આ ઉપરાંત, તે સોશિયલ મીડિયાના માધ્યમથી ચાહકો સાથે પણ જોડાઈ રહ્યો છે. ફિલ્મ 'ઉરી -ધ સર્જિકલ સ્ટ્રાઈક'ના (Film 'Uri -The Surgical Strike) અભિનેતાએ શુક્રવારે સોશિયલ મીડિયા (Social Media Marketing) પર પોતાની એક તસવીર શેર (vicky kaushal shares muscle photos) કરી હતી. જેમાં વિક્કીની જબરદસ્ત બોડી દેખાય રહી છે. વિક્કીની આ તસવીર પર તેના ફેન્સ પણ કોમેન્ટ કરી રહ્યા છે.
વિક્કી કૌશલે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી તસવીર
વિક્કી કૌશલે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ (Vicky Kausha Instagram Account) પર શેર કરેલી તસવીરમાં બોડી બતાવી રહ્યો છે. જેમાં કૈપ અને બ્લેક ટીશર્ટમાં વિક્કી શાનદાર છે. વિક્કીની આ તસવીર પર ફેન્સ વખાણ કરવાની સાથે વિચિત્ર કોમેન્ટ પણ કરી રહ્યા છે.
વિક્કીની તસવીરને 10 લાખ જેટલી લાઇક્સ મળી
વિકીના પ્રશંસકે લખ્યું, 'લૂક અદ્ભુત છે'. આ સાથે તેનો બીજો એક ચાહકે લખે છે કે, કેટરિના કૈફનો પતિ તો એટમ બોમ્બ છે. આ ઉપરાંત એક યુઝરે એવી પણ કોમેન્ટ મારે છે કે, આવી તસવીરો શેર કરી જાળ ફેલાવાનું બંધ કરો', જ્યારે બીજા ચાહકે લખ્યું કે, 'હવે તમે પરિણીત છો, આવી તસવીરો ન મૂકશો'. વિક્કીની આ તસવીરને ત્રણ કલાકની અંદર 10 લાખ જેટલી લાઇક્સ મળી છે.
વિક્કી કૌશલે હાઇયેસ્ટ પેડ કરતી અભિનેત્રી સાથે કર્યા લગ્ન
વિક્કી કૌશલે 9 ડિસેમ્બર 2021ના રોજ રાજસ્થાનના સવાઈ માધોપુરમાં સિક્સ સેન્સ ફોર્ટ બરવાડામાં બોલિવૂડની સૌથી હાઇયેસ્ટ પેડ કરતી અભિનેત્રી કેટરિના કૈફ સાથે લગ્ન કર્યા હતા. લગ્નમાં દંપતીના સંબંધીઓ અને કેટલાક ખાસ મિત્રોએને નિમંત્રણ આપ્યું હતું.
આ પણ વાંચો:
Corona Entry Big B House : અમિતાભ બચ્ચનના ઘરે ફરી પહોંચ્યો કોરોના, જાણો કોણ થયું સંક્રમિત
આલિયા ભટ્ટે શેર કરી રણબીર કપૂરની તસવીરો, કહ્યું- મારા બોયફ્રેન્ડની ફોટોગ્રાફી