મુંબઇ: અભિનેતા વિકી કૌશલે ઘોડેસવારીની પોતાની એક જૂની તસવીર શેર કરી છે અને તે સમયને યાદ કરે છે જ્યારે તે પોતાના દિવસની શરૂઆત ઘુડસવારીથી કરતો હતો.વિકીએ આ તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેમાં તે સુંદર બદામી ઘોડા પર સવાર જોવા મળી રહ્યો છે.
તસવીરના કેપ્શનમાં તેણે લખ્યું છે કે, "એક હતી જ્યારે દિવસની શરૂઆત ઘોડા પર બેસીને થતી હતી, આજકાલ થ્રોબેક પર દિવસની શરૂઆત થઈ રહી છે."
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
વિકી છેલ્લી ફિલ્મ 'ભૂત - પાર્ટ વન: ધ હોન્ટેડ શિપ' માં જોવા મળ્યો હતો. તે હવે શૂજિત સરકારની ફિલ્મ 'સરદાર ઉધમ સિંહ'માં જોવા મળશે. આ ફિલ્મ જાન્યુઆરી 2021 માં રિલીઝ થશે.વિકી કૌશલે ‘સરદાર ઉધમ સિંહ’નું શૂટિંગ પૂરુ કરી લીધુ છે. જલિયાંવાલા બાગની એ ઘટના બાદ પંજાબનાં ભુતપૂર્વ ગવર્નર માઇકલ ઓ’ ડાયરની સરદાર ઉધમ સિંહે હત્યા કરી હતી. જલિયાંવાલા બાગની ઘટના 1919ની 13 એપ્રિલે ઘટી હતી. ત્યાર બાદ જનરલ ડાયરની હત્યા કરવા બદલ ઉધમ સિંહને 1940ની જુલાઈમાં ફાંસીની સજા આપવામાં આવી હતી. આ ફિલ્મનું શૂટિંગ વિવિધ દેશોમાં કરવામાં આવ્યુ છે. ફિલ્મમાં વિકી લીડ રોલમાં જોવા મળશે.