ETV Bharat / sitara

વિકી કૌશલે ફિલ્ડમાર્શલ સેમ માણેકશોની જન્મજયંતિ પર તેમની બોયોપિકનું નામ કર્યુ જાહેર - ગુલઝાર વીડિયો

અભિનેતા વિકી કૌશલ તેની આગામી ફિલ્મમાં ફિલ્ડમાર્શલ સેમ માણેકશોનો રોલ નિભાવતા જોવા મળશે. વિકીએ શનિવારે તેમની જન્મજયંતિ નિમિત્તે સેમ માણેકશાને શ્રદ્ધાંજલિ આપી હતી.

વિકી કૌશલ
વિકી કૌશલ
author img

By

Published : Apr 3, 2021, 12:29 PM IST

  • 3 એપ્રિલ, 1914 ના રોજ થયો હતો સેમ માણેકશોનો જન્મ
  • તેમની જન્મજયંતિ પર બોયોપિકનું નામ કર્યુ જાહેર
  • ઈન્ટાગ્રામ પર શેર કરાયેલા વીડિયોમાં ગુલઝારે આપ્યો છે અવાજ

મુંબઈ: અભિનેતા વિકી કૌશલ મેઘના ગુલઝાર દ્વારા દિગ્દર્શિત બાયોપિકમાં ફિલ્ડમાર્શલ સેમ માણેકશોની ભૂમિકા ભજવશે. માણેકશોની જન્મજયંતિ પર આજે શનિવારે વિકીએ ખાસ શ્રદ્ધાંજલિ આપીને 'The brave heart'ને યાદ કર્યા હતાં. સેમ માણેકશો સેમ બહાદુર તરીકે જાણીતા છે, તેમનો જન્મ 3 એપ્રિલ, 1914 ના રોજ થયો હતો. વિકી તેની આગામી ફિલ્મમાં સેમ માણેકશોની ભૂમિકા ભજવતો જોવા મળશે.

આ પણ વાંચો:ફિલ્ડમાર્શલ સેમ માણેકશોની પુણ્યતિથિ નિમિત્તે વિકી કૌશલે તેમનો નવો લુક શેર કર્યો

વિકીએ ઈન્ટાગ્રામ પર કરી ઘોષણા

માણેકશોને શ્રદ્ધાંજલિ અર્પીને વિકીએ તેના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જે ગુલઝારની આગવી શૈલી અને વિશિષ્ટ અવાજથી શોભિત છે. "The man. The legend. The brave heart. Our Sam BAHADUR.. તેણે વીડિયોના કેપ્શનમાં ઉલ્લેખ કર્યો છે કે, તેમની જન્મજયંતિ નિમિત્તે આજે તેમની બાયોપિકને અમે નામ આપ્યું છે: "સેમ બહાદુર".

વિકી આ બાયોપિક માટે ખૂબ ઉત્સાહિત છે

આ ફિલ્મ વિશે અને તેની મુખ્ય ભૂમિકા વિશે વાત કરતાં વિકીએ અગાઉ કહ્યું હતું કે, માણેકશો "ભારત ભૂમિના એક ઉમદા સપૂત છે". અભિનેતાએ વધુમાં જણાવ્યું હતું કે, "ફિલ્ડમાર્શલ માણેકશોનો રોલ ભજવવાની તક મેળવવી તે મારા માટે સર્વોચ્ચ ઓર્ડર સમાન છે. હું તે ફિલ્મ માટે ખૂબ ઉત્સાહિત છું."

આ પણ વાંચો:જે છે, અને જે જતા રહ્યા..તમામને સુખ અને શાંતિ મળે તેવી પ્રાર્થના: વિકી કૌશલ

ભારત-પાકિસ્તાન યુદ્ધમાં માણેકશોનો મોટો ફાળો છે

યુદ્ધનું મેદાન હોય કે અન્ય સ્થળ માણેકશોએ ઘણાં પ્રસંગોમાં તેમના મૃત્યુ બાબતે છેતરપિંડી કરી છે. જો કે, તેઓ 27 જૂન, 2008 ના રોજ તામિલનાડુના વેલિંગ્ટનમાં ઘણી મોટી વયે મૃત્યુ પામ્યા હતા. 1971માં પાકિસ્તાન સામે ફિલ્ડમાર્શલે દેશને જીત અપાવી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.