આ ફોટોમાં વિક્કી કૌશલ સૈમ માનેકશોની જેમ જોવા મળી રહ્યા છે. તેમનો આ લુક સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે. પ્રેસ કોન્ફરન્સ દ્વારા વિક્કી કૌશલે ઈન્ડિયાની પ્રથમ ફીલ્ડ માર્શલ માનેકશોની ભૂમિકા પડદા પર રજૂ કરવાને ખુબ સંમાનનીય ગણાવી છે.
વિક્કીએ કહ્યુ કે, ફીલ્ડ માર્શલ માનેકશોની ભૂમિકાની તક મળી મારા માટે સર્વોચ્ચ સન્માન છે. હું આ ફિલ્મ માટે ખુબ ઉત્સાહિત છું. તેમનું કહેવુ છે કે, સરદાર ઉધમ સિંહના શૂંટિગ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છું. ફીલ્ડ માર્શલની બાયોપિક માટે 2021માં શૂટિંગ શરુ કરવામાં આવશે.
સૈમ માનેકશો ભારતના પ્રથમ ફીલ્ડ માર્શલ હતા. આ પહેલા માનેકશો વર્ષ 1971માં ભારત-પાકિસ્તાન યુદ્ધ સમયે ભારતીય સેનાના આર્મી સ્ટાફના ચીફ હતા. જ્યાંથી તેમણે ફીલ્ડ માર્શલની રેન્ક માટે પ્રમોટ કરવામાં આવ્યા હતા. અને ભારતના પ્રથમ ફીલ્ડ માર્શલ બન્યા હતા.
વિક્કી કૌશલના વર્કફ્રંચની વાત કરવામાં આવે તો, તેમણે બોલીવુડની સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યુ છે. વિક્કી આલિયા ભટ્ટની સાથે ફિલ્મ રાજીમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં વિક્કીએ આલિયાના પતિનો ભૂમિકા નિભાવી હતી. રણબીર કપૂરની ફિલ્મ સંજૂમાં તેમના મિત્રના પાત્રમાં જોવા મળ્યો હતો. થોડા સમય પહેલા જ વિક્કીની ફિલ્મ ઉરી આવી હતી. આ ફિલ્મમાં વિક્કીનો શાનદાર અભિનયની પ્રસંશા થઈ હતી.