મુંબઈ: અભિનેતા વિકી કૌશલે અનુરાગ કશ્યપની નવી ડિજીટલ ફિલ્મ ‘ચોકડ: પૈસા બોલતા હૈ’ ને લઈને પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. જેમાં તેણે જણાવ્યું હતું કે આ ફિલ્મમાં તેમણે પોતાના વ્યક્તિગત વિચારોને સામેલ કર્યા નથી. જે એક સારી વાત છે. તેઓ ફિલ્મના સુખદ અંતને લઈને આશ્ચર્યચકિત થયો હતો.
ફિલ્મની એક કલાકાર અમૃતા સુભાષના અભિનયના વખાણ કરતા વિકીએ જણાવ્યું હતું કે “નોટબંધી પર તેની પ્રતિક્રિયા જબરદસ્ત હતી. મને નથી લાગતું કે અન્ય કોઈ રીતે આ ઘટનાનો ‘આઘાત’ દર્શાવી શકાયો હોત."
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
“આ વાર્તા નોટબંધી પર હોવા છતાં તેમાં કોઈ રાજકારણીય તર્ક ન હતો જે મારા માટે નવાઈની વાત છે. આથી મને એમ લાગે છે કે અનુરાગના રાજકારણને લગતા અંગત વિચારોને ફિલ્મ સાથે કોઈ લેવાદેવા નથી. ફિલ્મના પાત્રો અનુરાગના વિચારો મુજબ વર્તતા નથી.”
‘ચોકડ: પૈસા બોલતા હૈ’ની વાર્તા એક હતાશ બેંક કેશિયર સરિતા પિલ્લાઈ વિશે છે જેને રોજ રાત્રે તેના રસોડાની સિંકમાંથી રોકડ વહેતી મળે છે. આ વાર્તા નોટબંધીના સમયમાં આકાર લે છે. આ ફિલ્મ નેટફલિકસ પર ઉપલબ્ધ છે.