ETV Bharat / sitara

દિગ્ગજ અભિનેત્રી શશિકલાનું 88 વર્ષની વયે નિધન

દિગ્ગજ અભિનેત્રી શશિકલાનું નિધન થઈ ગયું છે. તેઓ 88 વર્ષના હતા.

Shashikala
Shashikala
author img

By

Published : Apr 5, 2021, 10:47 AM IST

  • દિગ્ગજ અભિનેત્રી શશિકલાનું નિધન
  • ગાયિકા લતા મંગેશકર સહિત અનેક કલાકારોએ દુ:ખ વ્યક્ત કર્યું
  • NCPના વડા શરદ પવાર તેમજ વરિષ્ઠ નેતા પ્રફુલ પટેલે દુ:ખ વ્યક્ત કર્યું

મુંબઈ: દિગ્ગજ અભિનેત્રી શશિકલાનું નિધન થઈ ગયું છે. તેઓ 88 વર્ષના હતા. પશ્ચિમ ભારત સિને કર્મચારી સંઘ (FWICE)ના અધ્યક્ષ બી.એન.તિવારીએ શશિકલાના નિધનની પુષ્ટિ કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે, શશિકલાનું નિધન થઈ ગયું છે. તેઓ 88 વર્ષના હતા. અમને તેમના નિધન વિશેના કારણોની કોઈ જાણકારી નથી.

ગાયિકા લતા મંગેશકર સહિત અનેક કલાકારોએ દુ:ખ વ્યક્ત કર્યું

ગાયિકા લતા મંગેશકર, અભિનેતા ફરહાન અખ્તર, નિર્માતા જાવેદ જાફરી, કેન્દ્રીય પ્રધાન જિતેન્દ્ર સિંહ, પ્રફુલ પટેલ, અભિનેતા રોહિત રોય અને રાકાંપા પ્રમુખ શરદ પવારે શશિકલાના નિધન પર દુ:ખ વ્યક્ત કરતા શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી. મંગેશકરે ટ્વિટ કર્યું હતું કે, પ્રતિભાશાળી અભિનેત્રી શશિકલાના નિધનના સમાચારથી હું દુ:ખી છું. તેણે તમામ પ્રકારની ભૂમિકાઓ ભજવી હતી. તેમની આત્માને શાંતિ મળે. તેના પરિવાર પ્રત્યે મારી સંવેદના.

દિગ્ગજ અભિનેત્રી શશિકલાનું 88 વર્ષની વયે નિધન
દિગ્ગજ અભિનેત્રી શશિકલાનું 88 વર્ષની વયે નિધન

આ પણ વાંચો: અભિનેતા-દિગ્દર્શક રાજીવ કપૂરનું 58 વર્ષની વયે નિધન

NCPના વડા શરદ પવારે ટ્વિટ કર્યું

NCPના વડા શરદ પવારે ટિ્‌વટ કર્યું હતું કે, તેઓ શશિકલાના નિધનના સમાચારથી દુ:ખી છે.

NCPના વરિષ્ઠ નેતા પ્રફુલ પટેલે દુ:ખ વ્યક્ત કર્યું

NCPના વરિષ્ઠ નેતા પ્રફુલ પટેલે શશિકલાના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો અને ટ્વિટ કર્યું હતું કે, દિગ્ગજ અભિનેત્રી શશિકલા જીના નિધનથી ઘણું દુ:ખ થયું છે, તેમણે ઘણી મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવીને ભારતીય સિનેમામાં નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. તેના પરિવારના સભ્યો પ્રત્યે મારી હાર્દિક સંવેદના. તેમની આત્માને શાંતિ મળે.

5 વર્ષની વયથી જ સ્ટેજ અભિનયની શરૂઆત કરી

મહારાષ્ટ્રના સોલાપુરમાં જન્મેલા શશિકલા જાવલકરે પાંચ વર્ષની વયથી જ સ્ટેજ પર અભિનય કરવાનો શરૂ કરી દીધો હતો. તેના પિતા નાદાર થઈ ગયા બાદ શશિકલા પરિવાર સાથે મુંબઇ આવી ગઈ હતી અને ફિલ્મોમાં કામની શોધમાં લાગી હતી.

આ પણ વાંચો: કુચિપુડી નૃત્યાંગના શોભા નાયડુના નિધન પર ઉપરાષ્ટ્રપતિએ શોક વ્યક્ત કર્યો

શશિકલાની મહત્વની ભૂમિકાઓ

શશિકલાએ 1960થી 70 ના દાયકામાં 'આરતી', 'ગુમરાહ' અને 'છોટે સરકાર' જેવી ફિલ્મોમાં ઉત્તમ સહાયક ભૂમિકાઓ ભજવી હતી. શશિકલાએ લગભગ 25 વર્ષની ઉંમરમાં ઓમ પ્રકાશ સહગલ સાથે લગ્ન કર્યા હતા. તે પ્રખ્યાત સિંગર કે.એલ. સહગલના પરિવાર સાથે સંપર્ક ધરાવતા હતા. તેમને બે પુત્રીઓ હતી, જેમાંથી એક કેન્સરને કારણે મૃત્યુ પામી હતી. તેમનું ભારતીય સિનેમામાં યોગદાન જોતાં શશિકલાને 2007માં પદ્મશ્રીથી સન્માનિત કરાયા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.