- હિન્દી સિનેમાના પીઢ અભિનેતા ધર્મેન્દ્રએ સોશિયલ મીડિયા પર ફોટો શેર કર્યો
- ધર્મેન્દ્રએ અભિનેત્રી જયા બચ્ચન સાથેનો જૂનો ફોટો શેર કર્યો
- ફોટોના કેપ્શનમાં લખ્યું કે, જયા બચ્ચન તેમની મોટી ફેન હતી
અમદાવાદઃ હિન્દી સિનેમાના પીઢ અભિનેતા Dharmendra 85 વર્ષની વયે પણ ખૂબ જ એક્ટિવ છે. તેઓ સોશિયલ મીડિયા પર અવારનવાર ચર્ચામાં રહે છે. ત્યારે હાલમાં જ તેમણે અભિનેત્રી Jaya Bachchan સાથેનો જૂનો ફોટો શેર કર્યો છે, જે ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. વાત એમ છે કે, અભિનેતા ધર્મેન્દ્ર પોતાની આગામી ફિલ્મ 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની' માટે તૈયાર છે. આ ફિલ્મમાં તેઓ પોતાની કો-સ્ટાર રહી ચૂકેલી જયા બચ્ચન સાથે ફરી એકવાર કામ કરશે. એટલે ધર્મેન્દ્રએ આ ફોટો શેર કર્યો હતો. ફોટોના કેપ્શનમાં તેમણે લખ્યું હતું કે, જયા બચ્ચન તેમની બહુ મોટી ફેન હતી.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ધર્મેન્દ્ર આગામી ફિલ્મમાં જયા બચ્ચન સાથે કામ કરવા ઉત્સુક
વર્ષો પછી પોતાની ગુડ્ડી એટલે કે જયા બચ્ચન સાથે ફિલ્મમાં કામ કરવા Dharmendra ખૂબ જ ઉત્સાહી છે. ધર્મેન્દ્ર અને જય બચ્ચન આગામી ફિલ્મ 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'માં જોવા મળશે. આ ફિલ્મમાં ધર્મેન્દ્ર ફરી એકવાર રોમેન્ટિક ચાર્મમાં જોવા મળશે. ધર્મેન્દ્રએ આ અંગે કહ્યું હતું કે, હું આ ઉંમરે રોમેન્ટિક રોલ કરું છું. આપને જણાવી દઈએ કે, ફિલ્મ 'ગુડ્ડી'માં જયા બચ્ચને ( Jaya Bachchan ) ગુડ્ડીનું પાત્ર ભજવ્યું હતું. તે ફિલ્મમાં ધર્મેન્દ્ર પણ હતાં. આ ઉપરાંત બંને કલાકારોએ શોલે ફિલ્મમાં પણ સાથે કામ કર્યું હતું. ધર્મેન્દ્ર હંમેશા જયા બચ્ચનને ગુડ્ડી કહીને જ બોલાવે છે.
આ પણ વાંચોઃ Bollywood Actor Dharmendraએ 'અભી ન જાઓ છોડ કે' ગીત ગાતા વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો
આ પણ વાંચોઃ ધર્મેન્દ્રનો વાછરડા પ્રત્યેનો પ્રેમ, જુઓ સોશિયલ મીડિયામાં વીડિયો