ETV Bharat / sitara

લોકડાઉનમાં મેકઅપ વગર રહેવાનો અનુભવ ખૂબ જ ખુશનુમા છે: વાણી કપૂર - હુમા કુરેશી

વાણી કપૂર લોકડાઉનમાં ખૂબ જ ખુશખુશાલ જોવા મળી રહી છે. તેની આ ખુશીનું રહસ્ય જાહેર કરતા તેણે જણાવ્યું હતું કે લોકડાઉનમાં મેકઅપથી તેને મુક્તિ મળી રહી છે જે તેના માટે એક આનંદની વાત છે.

લોકડાઉનમાં મેકઅપ વગર રહેવાનો અનુભવ ખૂબ જ ખુશનુમા છે: વાણી કપૂર

author img

By

Published : Jul 17, 2020, 7:10 PM IST

મુંબઈ: અભિનેત્રી વાણી કપૂર જણાવી રહી છે કે પોતાની જાતને પ્રેમ કરવાનો સૌથી સારો ઉપાય એ છે કે ખુદને જેમ બને તેમ પ્રાકૃતિક રીતે જાળવવી, કોઈ પ્રકારના કૃત્રિમ સાધનો વાપર્યા વગર. આ એક ખૂબ જ સુંદર અને ખુશનુમા અનુભવ છે.

"જેવી રીતે એક ઢીંગલીની જેમ તૈયાર થવુ મજાનું છે તેમ મેકઅપ વગર એકદમ સિમ્પલ રીતે રહેવું પણ આનંદદાયક અનુભવ છે." વાણીએ જણાવ્યું.

વાણીની આગામી ફિલ્મ 'બેલ બૉટમ'નું શૂટિંગ ફરી શરૂ થઇ ગયુ છે જેના વિશે માહિતી આપતા તેણે જણાવ્યું હતું," લાંબા બ્રેક પછી કામ પર પાછી ફરીને હું ખૂબ જ ખુશ છું. નિશ્ચિતપણે સાવચેતી રાખવી પડશે પરંતુ એક નવી યાત્રા શરૂ કરવા માટે હું તૈયાર છું.

ઉલ્લેખનીય છે કે ફિલ્મ 'બેલ બૉટમ' ની વાર્તા કેટલાક જાસૂસોની આસપાસ ફરે છે જેમાં વાણી સાથે અક્ષયકુમાર, હુમા કુરેશી અને લારા દત્તા પણ જોવા મળશે. આ વર્ષના અંત સુધીમાં ફિલ્મને રિલીઝ કરવાની યોજના છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.