મુંબઈઃ બૉલીવુડ અભિનેત્રી ઉર્વશી રૌતેલાએ લોકાડાઉન 5.0ની જાહેરાત થતાં વડાપ્રધાન દ્વારા બનાવાયેલા નિયમોનું પાલન કરવા લોકોને અપીલ કરી છે. અભિનેત્રીએ કહ્યું કે, બહાર જવાથી અને લોકને મળવાથી બચો અને ઘરમાં જ રહો, ઘરમાં રહીને જ આપણે આ મહામારીને હરાવી શકીશુ.
લોકડાઉન 5.0ને લઈને ફેરફાર કરવામાં આવ્યાં છે. એવામાં અભિનેત્રી ઉર્વશી રૌતેલાએ લોકડાઉનને લઈ સરકાર દ્વારા આપવામાં આવેલા દિશા નિર્દેશોનું પાલન કરી લોકોને કોરોના સામે જંગ લડવામાં સહયોગ આપવા અપીલ કરી છે. અદાકાર લોકડાઉન દરમિયાન પોતાના ઘરમાં જ સમય વિતાવી રહી છે. તેમણે કહ્યું હતું કે, હું આજકાલ બહાર જવાનું અને લોકોને મળવાનું ટાળું છુ.
'સનમ રે'ની અભિનેત્રીએ વધુમાં જણાવ્યું કે, 'હું હાલ મારા પરિવાર સાથે સમય વિતાવી રહીં છું, હું ઘરનું કામ કરી રહું છુ, પુસ્તક વાંચુ છુ, વાસ્તવમાં હું આ સમયનો આણંદ માણી રહી છુ. હું ઘરમાં જ છું, ક્યાંય પણ બહાર જતી નથી અને કોઈને મળતી પણ નથી. હું બધાને લોકડાઉનના નિયમોનું પાલન કરવા અપીલ કરું છું.'
ઉર્વશીના કામની વાત કરવામાં આવે તો, અભિનેત્રી ઓટીટી પ્લેટફોર્મ પર પોતાની ફિલ્મ 'વર્જિન ભાનુપ્રિયા'ને રિલીઝ કરવા માટે તૈયાર છે.