મુંબઇમાં પહેલીવાર પર્ફોમન્સ આપવાનો આનંદ વ્યક્ત કરતાં ટાઇગાએ કહ્યું, 'ગયા વર્ષે દિલ્હીનો અનુભવ ખૂબ જ સરસ રહ્યો. પરંતુ હું હંમેશાં મુંબઇની ટૂર કરવા માંગતો હતો. મેં સાંભળ્યું છે કે હિપ હોપ ઉદ્યોગ વિકસી રહ્યો છે. સનબર્ન દ્વારા આયોજિત અરેના કોન્સર્ટમાં ભાગ લેવા અને ત્યાં હાજર મારા ચાહકોને મળવા માટે હું ખુબ જ ઉત્સાહિત છું.
રેપરે એપ્રિલ 2018માં લક્ઝરી પોપઅપ માટે દિલ્હીમાં પર્ફોમ કર્યું હતું, જે તેનું ભારતમાં ડેબ્યૂ પરફોર્મન્સ પણ હતું. 30 વર્ષીય રેપર તેની પ્રથમ મુંબઇ ટૂર દરમિયાન 'આયો', 'રોક સિટી', 'સ્ટિલ ગોટ ઇટ', 'મેક ઇટ નેસ્ટી' અને 'ટેમ્પચર' જેવા ગીતો રજૂ કરશે.
તાજેતરમાં 16 નવેમ્બરે મુંબઇમાં બે આંતરરાષ્ટ્રીય પોપ સ્ટાર કેટી પેરી અને દુઆ લીપાએ પણ પોતાના જાદુ વડે દર્શકોને ધેલા કર્યા હતા. બંને ગાયકોએ તેમની મુંબઇ ટૂર દરમિયાન જણાવ્યું હતું કે તેઓ હંમેશાં મુંબઇમાં પરફોર્મ કરવા અને બોલિવૂડના સ્ટાર્સને મળવા માંગતા હતા. ફિલ્મ નિર્માતા કરણ જોહરે કેટી પેરી માટે વેલકમ પાર્ટી પણ ગોઠવી હતી જેમાં બોલિવૂડના ઘણા સ્ટાર્સ હાજર રહ્યા હતા.