ETV Bharat / sitara

ડુંગળીના ઇયરિંગ્સ પહેરી ખુશ જોવા મળી ટ્વિંકલ, અક્ષયે આપી છે ગિફ્ટ

મુંબઈ : બૉલીવુડ અભિનેત્રી ટ્વિંકલ ખન્નાએ તેમના ઈન્સ્ટાગ્રામ પર એક ફોટ શેર કર્યો છે. જે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે અક્ષય કુમારે ગિફટ કરેલી ડુંગળીના ઈયરિંગ પહેરેલી જોવા મળી રહી છે. આ ફોટ ફેન્સને ખુબ પસંદ આવી રહ્યો છે.

author img

By

Published : Dec 22, 2019, 10:21 PM IST

મુંબઈ
etv bharat

અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે અને ફોટો અને વીડિયો પણ શેર કરે છે. અક્ષય કુમારે ટ્વિંકલ ખન્નાને એક ખાસ પ્રકારની ઇયરિંગ્સ ગિફ્ટ કરી હતી. જેમાં ડુંગળીના ઝૂમખા જોવા મળી રહ્યા છે. ટ્વિંકલ ખન્નાએ પણ આ ઝૂમખાની તસવીર તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે.

અક્ષય કુમારની આ ગિફ્ટ ટ્વિંકલ ખન્નાને ખુબ પસંદ આવી હતી. તેમણે સોશિયલ મીડિયા પર ફોટો શેર કરતા કહ્યું કે, ક્યારેક નાની વસ્તુઓ પણ તમારું દિલ જીતી લે છે. ટ્વિંકલ ખન્નાન આ ઝુમખા પહેરી ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેર કર્યો છે. આ ફોટો શેર કરતા લખ્યું કે, એક શૂટ થી બીજા શૂટ પર મને ખૂબ ખુશી છે. ટિવંકલ ખન્નાના આ ફોટો પર ફેન્સ કોમેન્ટ કરી પ્રતિક્રિયા આપી રહ્યા છે.

ટિવંકલ ખન્ના એક શાનદાર અભિનેત્રી સાથે-સાથે કૉલમ રાઈટર અને પ્રોડ્યુસર પણ છે. અક્ષય કુમારની ગુડ ન્યુઝ 27 ડિસેમબરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. રાજ મહેતાના ડાયરેક્શનમાં બનેલી આ ફિલ્મ 'IVF'ના ટૉપિક પર આધારિત છે. ગુડ ન્યુઝ સિવાય અક્ષય કુમાર ટુંક સમયમાં લક્ષ્મી બૉમ્બ અને પૃથ્વીરાજ જેવી ફિલ્મોમાં જોવા મળશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.