યોગ અને રસોઈને લગતા ઘણા પ્રખ્યાત વીડિયો બનાવનાર જૉનનો મૃતદેહ સોમવારે તેના રસોડામાંથી મળી આવ્યો હતો.
જ્યારે જૉનના મિત્રોએ તેનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો અને નિષ્ફળ ગયા ત્યારે તેણે પોલીસને જાણ કરી હતી. ત્યાર બાદ પોલીસ દ્વારા તપાસ કરાતા જૉનનો મૃતદેહ તેના ઘરેથી મળી આવ્યો હતો. જૉન ઘરમાં તેની માતા સાથે રહેતી હતી.
મંગળવારે મૃતદેહની તપાસ પૂર્ણ થયા બાદ તેના મૃતદેહને પરિવારજનોને સોંપવામાં આવશે. મૃતદેહને અંતિમ સંસ્કાર માટે કોતરાક્કારા લઈ જવામાં આવ્યો છે.