ETV Bharat / sitara

બિગ બોસ 14ઃ મરાઠી ભાષા પર ટિપ્પણી કરવા બદલ કલર્સ ચેનલની માફી બાદ જાન કુમાર સાનુએ માંગી માફી

ટીવી ચેનલ કલર્સે બુધવારે રિયાલિટી શો ‘બિગ બોસ’ (BB) પર મરાઠી ભાષા પર ગાયક જાન કુમાર સાનુની ટિપ્પણી બદલ માફી માગી હતી. કલર્સ ચેનલની માફી પછી બુધવારે જાને પણ મરાઠી ભાષા અંગેના તેમના નિવેદન માટે નેશનલ ટેલિવિઝન પાસે માફી માંગી હતી.

jaan kumar sanu
jaan kumar sanu
author img

By

Published : Oct 29, 2020, 10:47 AM IST

મુંબઇ : બિગ બોસ 14માં હાલ સિંગર કુમાર સાનુનો પુત્ર જાન કુમાર સાનુએ મરાઠી ભાષાને લઇને ટિપ્પણી કરી હતી. તેમની ટિપ્પણી બાદ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) એ કલર્સ ચેનલ શો બંધ કરવાની ધમકી દીધી હતી. કલર્સ ચેનલની માફી પછી હવે બુધવારે જાને પણ માફી માંગી હતી. તેમણે મરાઠી ભાષાની ટિપ્પણી માટે નેશનલ ટેલિવિઝન પાસે માફી માંગી છે.

Bigg boss MaFimana
BBના મરાઠી ભાષા પર ટિપ્પણી કરવા બદલ કલર્સ ચેનલની માફી પછી જાનકુમાર સાનુએ માફી માંગી

જાનની ટિપ્પણીને લઇને MNSએ નારાજગી બતાવી

જાનને બિગબોસે મરાઠી ભાષા પર ટિપ્પણી કરવાને લઇને સાવચેત કર્યો હતો. આપને જણાવી દઇએ કે, મંગળવારના એપિસોડમાં જાને મરાઠી ભાષા માટે કહ્યું હતું કે, તેને આ ભાષાથી ચીડ છે. ઉલ્લેખનીય છે કે, રાહુલ અને નિક્કી તંબોલી એકબીજા સાથે મરાઠી ભાષામાં વાત કરતા હોય છે. જેને લઇને જાને આનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે, જો તાકાત હોય તો હિન્દીમાં વાત કરો. આ વાતને લઇને MNSએ નારાજગી બતાવી હતી.

MNS ના અધ્યક્ષ અમેય ખોપકર ટ્વીટ કરી

MNS ફિલ્મ વિભાગના અધ્યક્ષ અમેય ખોપકર ટ્વીટ કરીને લખ્યું કે, જાન કુમાર સાનુ જો 24 કલાકમાં માફી નહી માંગે તો બિગ બોસનું શૂટિંગ રોકી લેવામાં આવશે. જાન કુમાર સાનુને કામ પણ કેમ મળે છે, તે પણ અમે આગળ જોઇ લેશું. એટલું જ નહીં તેમણે બીજા ટ્વીટમાં લખ્યું કે, હું જોઉ છું મુંબઇમાં રહીને તારું કરિયર કેવી રીતે બને છે. ખૂબ જલ્દી તને પણ ચીડ ચડશે. અમે મરાઠી તને હરાવીશું. ત્યાં મહારાષ્ટ્રના ગૃહપ્રધાન અનિલ દેશમુખનું કહેવું છે કે, કોઈ પણ માણસને તેની ભાષામાં બોલતા રોકી શકાય નહીં.

મરાઠી લોકોના કારણે ટીઆરપી વધે છે : પ્રતાપ સરનાઇકે

શિવસેનાના નેતા પ્રતાપ સરનાઇકે પણ જાન કુમારની ટીકા કરી છે. તેમણે ટ્વીટ કરીને લખ્યું કે, બિગ બોસ સીરીઝનું શૂટિંગ મહારાષ્ટ્રમાં થયું છે. મરાઠી લોકોના કારણે ટીઆરપી વધે છે. જો ગાયક કુમાર સાનુનો ​​પુત્ર જેને મહારાષ્ટ્રમાં કારકિર્દી બનાવી છે. તે મરાઠીને ધિક્કારે છે અને તેનું અપમાન કરે છે, તો તે સહન નહીં થાય.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.