મુંબઇઃ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ ટ્રમ્પએ ફિલ્મ 'શુભ મંગલ જ્યાદા સાવધાન'ના શુક્રવારે વખાણ કર્યાં હતાં. ટ્રમ્પનું આ રિએક્શન આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર એક્ટિવિસ્ટ પીટર ટેક્ટેલે સોશિયલ મીડિયા પર ફિલ્મ વિશે પોસ્ટ કર્યાં બાદ આવ્યું હતું.
ટ્રમ્પએ ટ્વીટમાં લાખ્યું કે, 'હોમોસેક્સુઅલિટીના ગૈર અપરાધને જાહેર થયા પછી એક નવી બૉલિવૂડમાં ગે-રોમાંસ બતાવાયો છે. જેને ઘણા લોકોએ પસંદ કર્યો છે. 'હોમોસેક્સુઅલિટી ગૈર અપરાધ જાહેર થયા પછી એક નવી બૉલિવૂડ ફિલ્મમાં ગે-રોમાંસ બતાવાયો છે. ટ્રમ્પના આ ટ્વીટને 12.5 હજાર લોકોએ પસંદ કર્યુ છે.
ફિલ્મ 'શુભ મંગલ જ્યાદા સાવધાન' ભારતમાંં 21 ફેબ્રુઆરીના રોજ રિલીઝ થઈ હતી. લોકને આ ખૂબ પસંદ પણ આવી હતી. 'હોમોસેક્સુઅલિટી પર ફિલ્મનું રમુજી અને તેજસ્વી અભિનય દરેક વ્યક્તિને ગમ્યું છે.