- આ ફિલ્મ કે.થિરુગ્નનમે લખી અને દિગ્દર્શિત કરી છે
- અભિનત્રી તરીકે ત્રિશાની આ 60મી ફિલ્મ છે
- આ ફિલ્મ ડિઝની-હોટસ્ટાર પર રિલીઝ થશે
ચેન્નાઈ(તમિલનાડુ): ત્રિશા કૃષ્ણન અભિનીત રાજકીય રોમાંચક "પરમપધામ વિલૈયત્તુ" તમિળ નવાં વર્ષના રોજ ડિજિટલ પ્લેટફોર્મ રિલીઝ થશે. આ ફિલ્મમાં ત્રિશા ડૉક્ટર ગાયત્રીનું પાત્ર ભજવશે, જેને વેલા રામામૂર્તિ દ્વારા ભજવાયેલા રાજકીય નેતા ચેઝિયનની સારવાર કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. કે.થિરુગ્નનમે ફિલ્મ લખી અને દિગ્દર્શિત પણ કરી છે. જે સાચી રાજકીય ઘટનાઓ પર આધારિત હોવાનું જણાવ્યું છે. અભિનત્રી તરીકે ત્રિશાની આ 60મી ફિલ્મ છે.
આ પણ વાંચો:થ્રિલર ફિલ્મ 'પેંગ્વિન'નું ટ્રેલર થયું રિલીઝ
આ એક ઓફબીટ ફિલ્મ છે
ત્રિશાએ જણાવ્યું હતુ કે, 'પરમપધામ વિલૈયત્તુ'એ સત્તા માટેની તીવ્ર લડાઈ છે, જેને આપણે રોજીંદા જીવનમાં જોઈએ છીએ. આ મૂવીમાં એક ઓફબીટ છતાં ગ્રીપિંગ સ્ટોરીલાઇન છે, જે બતાવે છે કે, કેવી રીતે સામાન્ય નાગરિક રાજકીય સત્તા માટેના ઝગડામાં ફસાઈ જાય છે. એક મજબૂત સ્ત્રી પાત્રની ભૂમિકા ભજવતા તેને ખૂબ આનંદ થયો છે અને હું આશા રાખું છું કે, પ્રેક્ષકો આ તમિળ નવા વર્ષમાં અમારી મૂવી જોવામાં આનંદ આવશે. આ ફિલ્મ ડિઝની-હોટસ્ટાર પર રિલીઝ થશે.