ETV Bharat / sitara

Trailer launch: બુધવારે બપોરે 12 વાગ્યે ફરહાન અખ્તરની 'તુફાન' ફિલ્મનું ટ્રેલર થશે લોન્ચ - farhan Akhtar movie launch

બૉલિવૂડ અભિનેતા, લેખક, નિર્દેશક, ગાયક એવા ફરહાન અખ્તર હંમેશા પોતાના દર્શકોને નવી ભેટ આપતા હોય છે. ત્યારે ફરહાન અખ્તરના ફેન્સ માટે સારા સમાચાર આવ્યા છે. કારણ કે, આવતીકાલે એટલે કે 30 જૂને બપોરે 12 વાગ્યે ફરહાનની આગામી ફિલ્મ 'તુફાન'નું ટ્રેલર લોન્ચ થશે. આ અંગે ફિલ્મના નિર્દેશક રાકેશ ઓમપ્રકાશ મહેરાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને માહિતી આપી હતી.

Farhan Akhtar
Farhan Akhtar
author img

By

Published : Jun 29, 2021, 5:47 PM IST

  • ફરહાનની ફિલ્મ 'તુફાન'નું ટ્રેલર 30 જૂને થશે રિલીઝ
  • 16 જુલાઈએ એમેઝોન પ્રાઈમ પર ફિલ્મ થશે રિલીઝ
  • ફરહાન અખ્તર તુફાનમાં દેખાશે બોક્સરના રોલમાં

ન્યૂઝ ડેસ્ક (Bollywood News): ફરહાન અખ્તર (Farhan Akhtar) ફરી એક વાર સ્પોર્ટ્સ પર આધારિત એક ફિલ્મમાં નજરે પડશે. આ ફિલ્મનું નામ છે 'તુફાન'(Film Toofan), જેનું નિર્દેશન રાકેશ ઓમપ્રકાશ મહેરા(Rakesh Omprakash Mehra)એ કર્યું છે. જો કે, ફરહાન અખ્તરના ફેન્સે તુફાન ફિલ્મના ટ્રેલર માટે લાંબા સમયથી રાહ જોઈ હતી, પરંતુ તેમની આતુરતાનો અંત આવ્યો છે. આવતીકાલે 30 જૂને ફિલ્મનું ટ્રેલર લોન્ચ થશે. આ અંગે ફરહાન અખ્તર અને ફિલ્મના નિર્દેશક રાકેશ ઓમપ્રકાશ મહેરાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને જાણ કરી હતી.

આ પણ વાંચો: લોકડાઉન બાદ અભિનેતા ફરહાન અખ્તર ફરી શૂટિંગ પર, ટ્વીટ કરી માહિતી આપી

તુફાન ફિલ્મ 16 જુલાઈએ રિલીઝ થશે

આ પહેલા રાકેશ ઓમપ્રકાશ મહેરા અને ફરહાન અખ્તરે એક સાથે 'ભાગ મિલ્ખા ભાગ' (Bhaag Milkha Bhaag) ફિલ્મમાં કામ કર્યું હતું, જેમાં ફરહાન અખ્તરે ભારતના દિવંગંત દોડવીર મિલ્ખા સિંઘ(Milkha Singh)નું પાત્ર ભજવ્યું હતું. આ ફિલ્મ મિલ્ખા સિંઘના જીવન પર આધારિત હતી. ફરહાનની 'તુફાન' ફિલ્મ 16 જુલાઈએ રિલીઝ થશે, જે પોસ્ટરમાં પણ જોઈ શકાય છે. આ ફિલ્મ પહેલા 21 મેએ રિલીઝ થવાની હતી, પરંતુ કોરોનાના કારણે ફિલ્મની રિલીઝ ડેટ આગળ વધારવામાં આવી હતી. એટલે હવે ફિલ્મ 16 જુલાઈએ રિલીઝ થશે. આ ફિલ્મ માટે ફરહાન અખ્તરે ખૂબ જ મહેનત કરી છે તે વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે. આ ફિલ્મમાં ફરહાન અખ્તરની સાથે સાથે અભિનેતા પરેશ રાવલ(Paresh Rawal), મૃણાલ ઠાકુર(Mrunal Thakur), સુપ્રિયા પાઠક કપૂર (Supriya Pathak Kapoor) અને હુસૈન દલાલ(Hoosain Dalaal) પણ જોવા મળશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.