આંધ્ર પ્રદેશ: ટોલીવુડના મોટા સ્ટાર્સ ચિરંજીવી અને નાગાર્જુન સહિતના અભિનેતાઓએ મંગળવારે CM વાય.એસ. જગનમોહન રેડ્ડીનો આભાર વ્યક્ત કર્યો હતો. કારણ કે, આંધ્ર પ્રદેશ સરકારે રાજ્યમાં ફિલ્મનું શૂટિંગ ફરી શરૂ કરવાની પરવાનગી આપી દીધી છે.
CM રેડ્ડી સાથે થયેલી બેઠકમાં બાહુબલી નિર્દેશક એસ.એસ.રાજામૌલી, ડાયરેક્ટર ડી.સુરેશ બાબુ, સી કલ્યાણ, દામોદર પ્રસાદ સહિત અન્ય તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની મોટી સેલિબ્રિટિ સામેલ હતી. તેમણે CM રેડ્ડી સાથે લોકડાઉના કારણે ઈન્ડસ્ટ્રીને થયેલી મુશ્કેલી અંગે ચર્ચા કરી હતી.
મુખ્યપ્રધાને તે તમામને રાજ્યમાં તેલુગુ ફિલ્મ ઉદ્યોગમાં સંપૂર્ણ સહયોગ અને વિકાસની ખાતરી આપી હતી.
ઉલ્લેખનીય છે કે, તેલંગાણા, તમિલનાડુ અને મહારાષ્ટ્રમાં શૂટિંગની પરવાનગી આપી દેવામાં આવી છે.