ETV Bharat / sitara

આજે કંગના રનૌત ફિલ્મ 'થલાઈવી' ના શૂટિંગ માટે હૈદરાબાદ જશે - હૈદરાબાદ

આજે એટલે કે ગુરુવારે કંગના રનૌત તેની ફિલ્મ થલાઈવીની શૂટિંગ માટે હૈદરાબાદ જવા રવાના થશે.

kangnaga
kangna
author img

By

Published : Oct 1, 2020, 11:01 AM IST

મનાલી: હાલ મનાલીમાં પોતાના ઘરે રહેલી અભિનેત્રી કંગના રનૌત ગુરુવારે એટલે કે આજે ફિલ્મ 'થલાઈવી' ના શૂટિંગ માટે હૈદરાબાદ જવા રવાના થશે. આ દરમિયાન તે મુંબઈ જાય તેવી પણ સંભાવના છે.

14 સપ્ટેમ્બરે મુંબઈથી પરત ફર્યા બાદ મનાલીમાં કંગના 16 દિવસ પોતાના ઘરે રહી. ફિલ્મ થલાઈવીનું શૂટિંગ લોકડાઉનને કારણે અટકયુ હતું, જે ફિલ્મમાં કંગના રનૌત જયલલિતાની ભુમિકા ભજવી રહી છે.

dd
આજે કંગના રનૌત ફિલ્મ 'થલાઈવી' ના શૂટિંગ માટે હૈદરાબાદ જશે

કંગના આજે હિમાચલના મનાલીથી ટાઈટ સુરક્ષા સાથે હૈદરાબાદ જવા માટે રવાના થશે. કંગના અને તેના માતા-પિતા કોરોનાને કારણે અત્યાર સુધી મનાલીમાં જ હતાં. કંગનાના પિતાઓ જણાવ્યું હતું કે કંગના આજે ફિલ્મના શૂટિંગ માટે હૈદરાબાદ જવા રવાના થશે.

હૈદરાબાદમાં એક સપ્તાહ સુધી ફિલ્મનું શૂટિંગ ચાલશે. આ દરમિયાન પરિવારનો કોઈ પણ સભ્ય તેની સાથે નહીં હોય. સુશાંત સિહના મોત મામલે અવાજ ઉઠાવ્યા બાદ કંગના ખુબ જ ચર્ચામાં છે. તાજેતરમાં કંગનાનો શિવસેના નેતા સંજય રાઉત સાથે પણ વિવાદ થયો હતો. આ વિવાદે મોટુ સ્વરુપ લેતા કંગનાને Y શ્રેણીની સુરક્ષા આપવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.