- બોલિવુડ અભિનેતા સોનુ સુદનો (Sonu Sood) આજે જન્મદિવસ
- કોરોના કાળમાં મસીહા તરીકે ઉભર્યા સોનુ સુદ
- સોનુએ ફિલ્મોમાં વિલન પણ રિયલ લાઈફમાં હીરોથી વધુ સારું કામ કર્યું
અમદાવાદઃ બોલિવુડના અભિનેતા સોનુ સુદનો આજે 48મો જન્મદિવસ છે. સોનુ સુદ ફિલ્મોની સાથે સાથે તેમના સેવાકીય કાર્યોથી પણ ઘણા ચર્ચામાં રહે છે. કોરોના કાળમાં તેમણે જે રીતે જરૂરિયાતમંદોની મદદ કરી છે. તેને જોઈન સમગ્ર દેશ તેમને મસીહા કહી રહ્યું છે. અત્યારે પણ દરરોજ સોનુ સુદના ઘરની બહાર મદદ માગવા માટે લાંબી લાઈન જોવા મળે છે અને એક પણ વ્યક્તિ સોનુ સુદના ઘરેથી નિરાશ થઈને પરત નથી જતો. સોનુ સુદે અત્યારે ફિલ્મોમાં એટલું મોટું નામ બનાવી લીધું છે કે, તેમને સાઈન કરવા માટે પ્રોડ્યુસર્સની લાઈન લાગે છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
સોનુ સુદ વર્ષ 1996માં થોડા પૈસા લઈને પંજાબથી મુંબઈ આવ્યા હતા. તેઓ પોતાના સ્ટ્રગલના દિવસોમાં ટ્રેનના ધક્કા ખાઈને ઓડિશન આપવા જતા હતા. એક ઈન્ટરવ્યૂ દરમિયાન સોનુ સુદે જણાવ્યું હતું કે, તેઓ માત્ર 5,500 રૂપિયા લઈને મુંબઈ આવ્યા હતા અને આ પૈસા તેમણે જાતે ભેગા કર્યા હતા. ત્યારપછી તેઓ ફિલ્મસિટી ગયા હતા. તેમને લાગતું હતું કે, ફિલ્મસિટીમાં કોઈકને કોઈક નિર્દેશક કે પ્રોડ્યુસર તેમને ફિલ્મમાં કામ આપશે, પરંતુ આવું ન થયું. સોનુ સુદ ત્રણ લોકોની સાથે એક રૂમમાં રહીને સંઘર્ષ કર્યો હતો. તેઓ જ્યારે પણ ઓડિશન આપવા જતા હતા. ત્યારે તેમની સાથે 200થી વધુ લોકો ઓડિશન આપવા ઉભા જોવા મળતા હતા, પરંતુ દરેક જગ્યાએ સોનુ સુદ રિજેક્ટ જ થતા હતા.
આ પણ વાંચો : Birthday Special: ગરીબોનો મસીહા સોનુ સૂદનો 48મો જન્મદિવસ
સોનુ સુદે વર્ષ 2002માં બોલિવુડમાં ડેબ્યુ કર્યું
ઘણા સમય સુધી રિજેક્શનનો સામનો કર્યા પછી સોનુ સુદ હૈદરાબાદ પહોંચ્યા હતા. અહીં તેમને કામ મળવાનું શરૂ થયું. તેમણે વર્ષ 1999માં તમિલ ફિલ્મ કાલ્લાઝગર અને નૈજિનીલેથી ડેબ્યુ કરવાની તક મળી હતી. ત્યારબાદ તેમને ટેલેન્ટ પ્રમાણે તેમને વિલનનો રોલ મળવા લાગ્યો હતો. વર્ષ 2002માં સોનુ સુદે બોલિવુડ ફિલ્મ શહીદ-એ-આઝમમાં ભગત સિંહનો રોલ નિભાવી તમામ લોકોનું દિલ જીતી લીધું હતું. ત્યારબાદ તેમણે યુવા, આશિક બનાયા આપને, જોધા અકબર, સિંઘ ઈઝ કિંગ, દબંગ, આર. રાજકુમાર, શૂટઆઉટ એડ વડાલા, તૂતક તૂતક તૂતિયા, પલટન અને સિમ્બા જેવા ફિલ્મોમાં કામ કર્યું હતું.
આ પણ વાંચો : ETV BHARAT સાથે બોલિવૂડ અભિનેતા સોનુ સૂદનો ઇન્ટરવ્યુ