ETV Bharat / sitara

બોલિવુડ અભિનેત્રી કિઆરા અડવાણીનો આજે 29મો જન્મદિવસ - birthday of Bollywood actress Kiara Advani

બોલિવુડની અભિનેત્રી કિઆરા અડવાણી અત્યારે અનેક ફિલ્મોમાં વ્યસ્ત છે. કિઆરા અડવાણીએ થોડા જ વર્ષોમાં બોલિવુડમાં એક અલગ જ જગ્યા બનાવી છે. ત્યારે અભિનેત્રી કિઆરા અડવાણીનો આજે 29મો જન્મદિવસ છે. બોલિવુડના અનેક કલાકારો કિઆરાને તેના જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે.

બોલિવુડ અભિનેત્રી કિઆરા અડવાણીનો આજે 29મો જન્મદિવસ

author img

By

Published : Jul 31, 2021, 1:27 PM IST

  • બોલિવુડ અભિનેત્રી કિઆરા અડવણીનો આજે જન્મદિવસ
  • કિઆરાએ થોડા જ વર્ષોમાં બોલિવુડમાં બનાવી પોતાની જગ્યા
  • બોલિવુડના કલાકારોએ કિઆરાને જન્મદિવસની આપી શુભેચ્છા

અમદાવાદઃ બોલિવુડ અભિનેત્રી કિઆરા અડવાણીને અત્યારે કોઈ પણ પરિચયની જરૂર નથી. કારણ કે, થોડા જ વર્ષોમાં પોતાના અભિનયથી બોલિવુડમાં તેણે પોતાની અલગ જગ્યા બનાવી છે. તો આજે કિઆરા અડવાણીનો 29મો જન્મદિવસ છે. બોલિવુડ કલાકારોથી લઈ તેના ફેન્સ કિઆરાને જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે. કિઆરા સોશિયલ મીડિયા પર પણ પોતાના બોલ્ડ અને અલગ લુકના કારણે ચર્ચામાં રહે છે.

કિઆરાએ માત્ર 8 મહિનાની ઉંમરે એડવર્ટાઈઝમેન્ટમાં કામ કર્યું હતું

અભિનેત્રી કિઆરા અડવાણીનો જન્મ 31 જુલાઈ 1992ના દિવસે મુંબઈમાં થયો હતો. કિઆરા અડવાણી બોલિવુડમાં સફળતાની સિડી ચડતી જઈ રહી છે. તેની એક્ટિંગથી લઈને ડાન્સે તમામ દર્શકોને મોહિત કર્યા છે. તમને કદાચ ખબર નહીં હોય પણ કિઆરાએ માત્ર 8 મહિનાની ઉંમરમાં શૂટિંગ શરૂ કર્યું હતું. કિઆરા 8 મહિનાની હતી ત્યારે તેણે એક એડવર્ટાઈઝમેન્ટમાં પોતાની માતા સાથે કામ કર્યું હતું. કિઆરાને બાળપણથી જ ડાન્સ કરવું ઘણું પસંદ હતું. બીજી તરફ તેને બોલિવુડથી ઓફર આવવાની શરૂ થતા કિઆરાએ ટિચિંગ લાઈન છોડી દીધી હતી. કિઆરાએ વર્ષ 2014માં આવેલી ફિલ્મ 'ફગલી'થી બોલિવુડમાં એન્ટ્રી કરી હતી. તે ફિલ્મમાં કિઆરાના અભિનયના ખૂબ જ વખાણ થયા હતા. ત્યારબાદ કિઆરા ધોની-ધ અનટોલ્ડ સ્ટોરીમાં જોવા મળી હતી. તે દરમિયાન કિઆરા સાઉથની ફિલ્મોમાં પણ જોવા મળી હતી. કિઆરા કબીર સિંઘ ફિલ્મમાં શાહિદ કપૂર સાથે જોવા મળી હતી. આ ફિલ્મ ખૂબ જ સુપરહિટ સાબિત થઈ હતી.

આ પણ વાંચો: પાપરાઝી ડાયરી : મુંબઇમાં અલગ-અલગ સ્થળોએ સેલિબ્રેટી સ્પોટ થયા

કિઆરાની શેરશાહ ફિલ્મ ટૂંક જ સમયમાં થશે રિલીઝ

અત્યારે કિઆરાના હાથમાં ઘણી બધી ફિલ્મો છે. કિઆરા કબીર સિંહ, ગિલ્ટી, ગુડ ન્યૂઝ, લક્ષ્મી અને ઈન્દુ કી જવાની જેવી ફિલ્મોમાં જોવા મળી છે. આ ઉપરાંત કિઆરા પોતાની આગામી ફિલ્મ 'શેરશાહ', જુગ જુગ જિયો, મિસ્ટર લેલેઅને ભૂલભૂલૈયા-2માં જોવા મળશે.

આ પણ વાંચો: સૈફ અલી ખાન તૈમૂર અને ભત્રીજી ઈનાયા સાથે દેખાયો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.