મુંબઈ: કોમિક બુક ‘ગોન કેસ’ના લેખક શિવ પનિક્કરનું કહેવું છે કે, ટાઇગર બહુ ઓછા ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કોમિક બુકના પ્રશંસકોમાંથી એક છે. સ્પાઇડર મેન જેવા પાત્ર પ્રત્યેનો પોતાનો પ્રેમ તે તેની ફિલ્મોના સ્ટંટ દ્વારા દર્શાવે છે.
ટાઇગરની પ્રશંસા કરતા તેમણે કહ્યું સોશીયલ મીડિયા પરના તેના એક્શન વીડિયો પાત્ર સર્જન માટે પ્રેરિત કરે છે.
લોકડાઉનના સમયમાં પણ અભિનેતા તેના કામ પ્રત્યે સમર્પિત છે. ટાઇગર છેલ્લે ‘બાગી 3’માં દેખાયો હતો જેમાં તેના એક્શન દ્રશ્યોના ભરપૂર વખાણ થયા હતા.
તેની આગામી ફિલ્મ ‘હીરોપંતી-2’ 16 જુલાઈ 2021ના રોજ રીલિઝ થશે.