મુંબઈઃ કરણજોહર બાદ ફિલ્મનિર્માતા રાજકુાર હિરાની 5 મેે 2020થી સાંજે 5 વાગ્યે વૈશ્વિક માનવતાવાદી અને આધ્યાત્મિક ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર સાથે શૉ સીરિઝ હૈશટેગ હાર્ટટુહાર્ટ પર જ્ઞાનવર્ધક વાતચીત કરવા માટે તૈયાર છે.
આ સીરિઝમાં લોકપ્રિય ચહેરાઓની યાદીમાં સોનાક્ષી સિન્હી, કપિલ શર્માસ એકતા કપૂર અને સંજય દત્તના નામ સામેલ છે.
નિર્માતા મહાવીર જૈન જેમણે ધ આર્ટ ઓફ લિવિંગ ફાઉન્ડેશનની સાથે આ હૈશટેગચેન્જવિધિન પહેલ શરૂ કરી છે, તેમણે આ અંગે જણાવ્યું કે, 'શૉ નો ઉદ્દેશ્ય 140 કરતાં વધારે દેશોમાં 100 મિલિયન કરતાં પણ વધારે લોકો સુધી પહોંચવાની સાથે સાથે માનવતાની ભાવના પેદા કરવાનો છે. #indiainspires.'
તેમજ વધુમાં તેમણે કહ્યું કે, 'આ તકે ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સ્ટાર્સ આ સંકટની ઘડીમાં જીવનના સંબંધો, વિશ્વાસ, પરિવાર, પ્રેમ, સફળતા. સ્વાસ્થ્ય અને માનસિક કલ્યાણ, તણાવ, હાની, આધ્યાત્મિકતા, આશા અને સાહસ જેવા વિષયો પર વાતચીત કરતાં જોવા મળશે.'
આ શો નો હેતુ આવા કઠિન સમયમાં સકારાત્મતા, આશાવાદ, આશા, શાંતિ અને પ્રેમ ફેલાવવાનો છે. શો દરમિયા ગુરુદેવ સાથે સ્પષ્ટ અને દિલથી વાતચીત કરવાનો પ્રયાસ કરવામાં આવશે.