ETV Bharat / sitara

ગણપત ફિલ્મમાં ફરી એકવાર જોવા મળશે કૃતિ સેનન અને ટાઈગર શ્રોફની જોડી - સોશિયલ મીડિયા

બોલીવુડ અભિનેત્રી કૃતિ સેનન અને અભિનેતા ટાઈગર શ્રોફની હીરોપંતીની જોડી ફરી એક વાર રૂપેરી પડદા પર જોવા મળશે. આ બંને અભિનેતા આગામી 'ગણપત' ફિલ્મમાં એકસાથે જોવા મળશે.

ગણપત ફિલ્મમાં ફરી એકવાર જોવા મળશે કૃતિ સેનન અને ટાઈગર શ્રોફની જોડી

author img

By

Published : Feb 10, 2021, 2:23 PM IST

  • બોલીવુડ અભિનેત્રીએ ગણપત ફિલ્મનું મોશન પોસ્ટર શેર કર્યું
  • ટાઈગર સાથે ફરી કામ કરવા ખૂબ જ ઉત્સાહિત છુંઃ કૃતિ સેનન
  • ટાઈગરે પણ સોશિયલ મીડિયા પર કૃતિ સેનનના કર્યાં વખાણ

હૈદરાબાદઃ બોલીવુડ અભિનેતા ટાઈગર શ્રોફે કૃતિ સેનન સાથે હિરોપંતી ફિલ્મથી બોલીવુડમાં પ્રવેશ કર્યો હતો. જોકે, ફરી એક વાર આ જોડી પડદા પર ધૂમ મચાવવા આવી રહી છે. તેઓ આ બંને ગણપત ફિલ્મમાં જોવા મળશે. ટાઈગર શ્રોફે ઈન્સ્ટાગ્રામ પર એક મોશન પોસ્ટર પણ રજૂ કર્યું હતું, જેમાં કૃતિ સેનન એક્શન અવતારમાં જોવા મળી રહી છે. આ ફોટો શેર કરતા ટાઈગરે લખ્યું હતું કે, હવે પ્રતીક્ષા પૂર્ણ થઈ. ટેલેન્ટેડ કૃતિ સેનન સાથે કામ કરવા ફરી એક વાર ઉત્સાહિત છું.

મંગળવારે ટાઈગરે પણ સોશિયલ મીડિયા પર મોશન પોસ્ટર શેર કર્યું

કૃતિ સેનને પોસ્ટર શેર કરતા લખ્યું કે, મળો જસ્સીથી.... આના માટે ખૂબ જ ઉત્સાહિત છું. મારા ખૂબ જ ખાસ ટાઈગર શ્રોફની સાથે ફરી એકવાર શૂટિંગ કરવા માટે ક્યારની રાહ જોઈ રહી હતી. જ્યારે ટાઈગર શ્રોફે પણ મંગળવારે સોશિયલ મીડિયા પર એક મોશન પોસ્ટર રજૂ કર્યું હતું, જેમાં એક બોલીવુડ અભિનેત્રી બાઈક પર નજર આવી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.