મુંબઈઃ બૉલિવૂડ અભિનેત્રી તાપસી પન્નુ ફિલ્મ ‘થપ્પડ’ રૂપેરી પડદે રિલીઝ થઈ ચૂકી છે. જેણે દર્શકોનો બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. આ ફિલ્મ ઘરેલૂં હિંસા પર આધારિત છે. જે સામાન્ય મહિલા પર થતી રોજબરોજ થતી હિંસાને દર્શાવે છે. આ ફિલ્મનું પહેલા દિવસનું બૉક્સ ઑફિસ કલેક્શન સામે આવ્યું છે.
ફિલ્મ સમીક્ષક અને ટ્રેડ વિશ્લેષક તરણ આદર્શે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર બૉક્સ ઓફિસ કલેક્શન 3.07 કરોડ થયું હોવાનું જણાવ્યું છે. આમ, તો આ ફિલ્મમાં કંઈ નવો વિષય નથી. છતાં અલગ હોવાનો ભાસ કરાવે છે. આ ફિલ્મમાં એક એવો વિષચ છે. જેના વિશે સૌ કોઈ જાણે છે, પણ કોઈ તેના અંગે વાત કરવા નથી માગતું. કારણ કે, દરેક વર્ગમાં ક્યાંકને ક્યાંક મહિલા પર હિંસા થતી આવી છે અને થઈ રહી છે. જેની પાછળનું કારણ ક્યાંક મહિલા પોતે છે. મોટાભાગે મહિલા પોતાની માટે લડવા કરતાં જતું કરવામાં અને સમાજના ડરથી વાતને છૂપાવવામાં માને છે. જેના કારણે આ હિંસાની ભરમાર ચાલતી રહે છે.
‘થપ્પડ’ ફિલ્મ મહિલાના આ જ વિચારને પડકારવાનું કામ કરે છે. આ એક થપ્પડ મહિલાના અસ્તિત્વને જગાડવાનું કામ કરે છે. ફિલ્મની આ જ ખાસ વાત સામાન્ય વિષય હોવા છતાં તેને વિશેષ બનાવે છે.