આ ઇમેઇલ મળતાં જ પોલીસ હોશ ઉડી ગયા હતા અને પોલીસ તરત જ કાર્યવાહીમાં લાગી ગઈ હતી. મનોજકુમાર શર્મા (એડિશનલ પોલીસ કમિશ્નર), પરમજીતસિંહ દહિયા (ડેપ્યુટી કમિશ્નર ઓફ પોલીસ ઝોન 9) અને વિજયલક્ષ્મી હિરેમઠ (સિનિયર ઈન્સ્પેક્ટર (PI), બાન્દ્રા પોલીસ સ્ટેશન) બોમ્બ ડિટેક્શન અને ડિસ્પોઝલ સ્કવોડ સાથે સલમાનના ઘરે પહોંચ્યા હતા. સલમાન તેમના પરિવાર સાથે મુંબઇના બાન્દ્રા વિસ્તારમાં આવેલા ગેલેક્સી એપાર્ટમેન્ટમાં રહે છે.
પોલીસ ટીમ ઘર પર પહોંચી તો સલમાન ત્યા હાજર નહોંતા. પરંતુ પિતા સલીમ ખાન, માં સલમા અને બહેન અર્પિતાને સુરક્ષિત સ્થાન પર પહોંચાડીને ઘરની તપાસ કરી હતી. સમગ્ર ઘરની તપાસ 4 કલાક ચાલી હતી.
બાન્દ્રા પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર (PI) વિજયલક્ષ્મી હિરેમઠે જણાવ્યું કે, અમે ઘરના દરેક ખૂણાની તપાસ કરી પરંતુ કંઇ મળ્યું નહીં, જ્યાર બાદ સ્પષ્ટ થયું કે ઇમેઇલ બનાવટી છે. આ બાદ ફેક મેઈલ કરનારની ધરપકડ કરવામાં આવી હતી.
બનાવટી મેઈલ ગાઝિયાબાદના 16 વર્ષના છોકરાએ કર્યો હતો. પોલીસ જ્યારે છોકરાને પકડવા પહોંચી તો તે છોકરો ફરાર થઈ ગયો હતો. પોલીસે તેના ભાઈને સમગ્ર ઘટના જણાવી હતી ત્યારબાદ તેના ભાઈએ તેને ઘરે પરત બોલાવ્યો હતો. બાદમાં પોલીસે છોકરાને બાન્દ્રા પોલીસ સ્ટેશનમાં સોંપવાની નોટિસ મોકલી હતી અને ત્યારબાદ જુવેનાઇલ કોર્ટમાં રજૂ કર્યા બાદ તેને નિર્દોષ જાહેર કર્યો હતો.