મુંબઇ: 'બાહુબલી' ફેમ અભિનેત્રી તમન્ના ભાટિયા અને પાકિસ્તાની ક્રિકેટર અબ્દુલ રઝાકની એક તસ્વીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે જે લગભગ 3 વર્ષ જૂની છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
તાજેતરમાં જ બંને સ્ટાર્સના ડેટિંગ અને લગ્ન કરવાના પણ અહેવાલો આવ્યા હતા. જો કે તમન્નાએ ઘણાં સમય પહેલા સ્પષ્ટ કરી દીધું હતું કે તે લગ્નને બદલે પોતાની કારકીર્દિ પર ધ્યાન કેન્દ્રિત કરશે અને ડેટિંગના સમાચારોમાં કોઈ સત્ય નથી.
તેમ છતાં, ફોટો વાયરલ થઈ રહ્યો છે અને વપરાશકર્તાઓ તમન્ના સાથે તેમના લગ્ન વિશે પ્રશ્નો પૂછે છે.
આ વાયરલ ફોટો લગભગ 3 વર્ષ જૂનો છે, એટલે કે વર્ષ 2017 માં દુબઇમાં જ્વેલરી શોપનું ઉદઘાટન દરમિયાનનો છે જ્યાં તે બંને મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. પરંતુ, લોકડાઉન વચ્ચે ફરી એકવાર આ તસવીરો વાયરલ થઈ રહી છે.